કોલંબો તા. 27 : બાંગલાદેશ સામેની બીજી અને અંતિમ ટેસ્ટમાં શ્રીલંકા ટીમે વિજય
તરફ આગેકૂચ કરી છે. આજે મેચના ત્રીજા દિવસના અંતે બાંગલાદેશના બીજા દાવમાં 6 વિકેટે 11પ રન થયા હતા. તે હજુ 96 રન પાછળ છે. આથી તેના પર એક દાવની હારનો ખતરો છે. આજે શ્રીલંકાનો
બીજો દાવ 4પ8 રને સમાપ્ત થયો હતો. આથી તેને 211 રનની જંગી સરસાઇ મળી હતી. પથૂમ
નિસંકાના 1પ8 પછી આજે કુસલ મેન્ડિસે
87 દડામાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાથી 84 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
કામિન્ડુ મેન્ડિસ 33 રને આઉટ થયો
હતો. બાંગલાદેશ તરફથી તૈઝૂલ ઇસ્લામે પ વિકેટ લીધી હતી. બીજા દાવમાં બાંગલાદેશનો ધબડકો
થયો હતો અને 38.4 ઓવરમાં 11પ રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. મેચના હજુ બે દિવસ
બાકી હોવાથી શ્રીલંકાનો વિજય નિશ્ચિત સમાન છે.