• શનિવાર, 28 જૂન, 2025

બંગાળમાં છાત્રા સાથે સામૂહિક દુષ્કર્મ

કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળમાં કોલકાતાના કસ્બા વિસ્તારમાં કાયદાશાત્રની એક વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ખળભળાટ સર્જ્યો છે. મામલામાં ત્રણ શખ્સને ઝડપવામાં આવ્યા હતા. આ શખ્સો પૈકી બે વર્તમાન અને એક પૂર્વ વિદ્યાર્થી છે. દરમ્યાન, આરોપીઓ પૈકીનો એક તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલો હોવાના આરોપ સાથે ભાજપે મમતા બેનરજી સરકારને ઘેરી હતી. કોર્ટે ત્રણે આરોપીને પહેલી જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મૂક્યા હતા. આ બનાવથી દેશભરમાં રોષ ફેલાયો છે. દુષ્કર્મની ઘટના બુધવારે  સાંજે બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, કોલેજ પરિસરમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપીઓમાં 31 વર્ષીય મોનોજિત મિશ્રા, 19 વર્ષીય જૈબ અહેમદ અને 20 વર્ષના પ્રમિત મુખરજી (પ્રમિત મુખોપાધ્યાય)નો સમાવેશ થાય છે. મોનોજિત અને અહેમદને ગઇકાલે જ્યારે પ્રમિતને આજે ઝડપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના 25મી જૂને સાંજે બની હતી. પીડિતા કોલેજ ગઇ હતી ત્યારે આરોપીઓ તેને કોલેજના રૂમમાં બળજબરીથી લઇ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ભાજપના અમિત માલવિયે ઘટના અંગે પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસને નિશાન બનાવી પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તૃણમૂલનો એક સભ્ય પણ આ ઘટનામાં સામેલ હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd