• શનિવાર, 28 જૂન, 2025

ચોમાસાં પૂર્વે જ તલના વેપારમાં તેજી, ભાવમાં નોંધપાત્ર થયો વધારો

દહીંસરા (તા. ભુજ), તા. 27 : આ વર્ષે તલના ભાવ આસમાને છે તેથી સારા ભાવથી કમાણી થશે તેવી આશાએ ધરતીનો તાત-ખેડૂત ખુશ છે. તલનો પાક તારે પણ છે અને ડૂબાડે પણ છે. જોખને કારણે તલનો પાક બહુ ઓછા કિસાનો કરે છે. હાલ એક મણ તલના ભાવ ચાર હજાર રૂા.ની આસપાસ છે અર્થાત એક કિલો તલનો જથ્થાબંધ ભાવ 100 રૂા. થાય. આ પાક અમુક રાજ્યમાં જ થાય છે તેમજ તેજી-મંદીનો આખલો સદાય દોડતો રહે છે. તલનું તેલ પૌષ્ટિક છે. વિદેશોમાં પણ માંગ વધારે છે. આયુર્વેદમાં તલ અને તેલ બંનેનું મહત્ત્વ છે. ઉત્તરાયણના તલ અને તલની વાનગીઓનું વેચાણ થાય છે, હવન વિધિમાં તલ હોમાય છે, નૈવૈધમાં તલનો ભોગ ધરાવાય છે, અનેક રોગોમાં રામબાણ ઇલાજ છે. તલ અને તલી એક સિક્કાની બે બાજુ છે. એક સફેદ અને બીજા કાળા તલ પ્રખ્યાત છે. તેનો પાક મહેનત માગી લે છે. દહીંસરાના જથ્થાબંધ વેપારી રમેશ ધનજી ખીમાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાં પહેલાં વેપારમાં તેજી જોવા મળી છે તેથી ધરતીપુત્રો ખુશ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd