• શનિવાર, 28 જૂન, 2025

અંજારમાં શારીરિક અડપલાં કરી રોકડ રકમ પડાવી લેવાઇ

ગાંધીધામ, તા. 27 : અંજારમાં એક કિશોરી સાથે શારીરિક અડપલાં કરી બળજબરીપૂર્વક રોકડ રૂા. ચાર લાખ તથા રૂા. 3,78,000ના દાગીના કઢાવી લેતાં એક શખ્સ તથા મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના વિજયનગર તથા ભુજ તાલુકાના કાળી તળાવડીમાં ગત તા. 1/1/2025થી 21/6/2025 દરમ્યાન આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ઇરફાન વલુ શેખ નામના શખ્સે એક કિશોરીના ભોળપણનો લાભ લઇ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં અને બાદમાં તેને ધમકી આપી હતી. આ આરોપીઓએ કિશોરી પાસેથી બળજબરીપૂર્વક રોકડ રૂા. ચાર લાખ તથા રૂા. 3,78,000ના સોનાં-ચાંદીના દાગીના કઢાવી લીધા હતા તેમજ હસીનાબેન નામની મહિલાએ જાતિ સંબંધી શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd