• શનિવાર, 28 જૂન, 2025

સામખિયાળીમાં બળાત્કાર પ્રકરણે આરોપીને 20 વર્ષનો જેલવાસ

ગાંધીધામ, તા. 27 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં કિશોરીનું અપહરણ અને બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં ભચાઉ કોર્ટે આરોપીને 20 વર્ષની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. સામખિયાળી પોલીસ મથકે ગત તા. 19/5/2024ના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ હતી. આરોપી રમેશ વિજય ચાવડાએ 14 વર્ષ 11 મહિનાની એક કિશોરીનું લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હતું, જે અંગે ગુનો દર્જ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીના ચુંગાલમાંથી કિશોરીને છોડાવી હતી. તપાસ દરમ્યાન આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી સામખિયાળી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. બાદમાં આ કેસ ભચાઉની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં 15 સાહેદો અને 26 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરાયા હતા, જેને ચકાસી તથા બંને પક્ષની દલીલો સાંભળી આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી ન્યાયાધીશ  અંદલિપ તિવારીએ આ આરોપી રમેશ ચાવડાને 20 વર્ષની સજા તથા રૂા. 5000નો દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને જિલ્લા કાનૂની સેવા સમિતિમાંથી રૂા. પાંચ લાખ ચૂકવી આપવા આદેશ કર્યો હતો. ધાક બેસાડતા આ ચુકાદાથી આવા તત્ત્વોમાં ફફડાટ પ્રસર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા હાજર રહ્યા હતા તેમજ સજા અંગેની દલીલમાં મહેન્દ્રસિંહ આર. જાડેજા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd