ભુજ, તા. 21 : સ્વામિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા
દ્વારા અમદાવાદ મુકામે સિનિયર ઓપન વિભાગની
રાજ્ય કક્ષાની સ્વામિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 15 વર્ષથી ઉપરની વયના ગુજરાત રાજ્યના
નેશનલ મેડાલિસ્ટ અને એશિયન ગેમ્સના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. માધાપરના શિક્ષક દંપતી ભાવનાબેન અને ગિરીશભાઈ ચૌહાણની
પુત્રી હિમધી ચૌહાણે સુંદર પ્રદર્શન સાથે બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા
હતા. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદભાઈ સોલંકીએ અને ક.ગુ.ક્ષ. કેળવણી મંડળના
પ્રમુખ ડો. મનોજ સોલંકીએ છાત્રાની સિદ્ધિને બિરદાવી હતી. હિમધીએ ભાવનગરમાં યોજાયેલી
ખેલ મહાકુંભમા એક રજત અને બે કાંસ્ય ચંદ્રક
મેળવ્યા હતા. વડોદરામાં યોજાયેલી અર્જુન એક્વા સ્વામિંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ
મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.