અમદાવાદ, તા.21 : પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ
ગુજરાત ટાઇટન્સ ગુરૂવારે લખનઉ સુપર જાયન્ટસ વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. ત્યારે તેની નજર
શાનદાર ફોર્મ જાળવી રાખી વધુ એક વિજય સાથે પ્લેઓફમાં ટોચની બે ટીમમાં જગ્યા પાકી કરી
લેવી. ટાઈટન્સના 12 મેચમાં 18 અંક છે. આરસીબી અને પીબીકેએસના 17-17 અંક છે અને 2-2 મેચ બાકી છે. આથી શુભમન ગિલની
ટીમ ઘર આંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લખનઉ સામે વિજય માટે કોઇ કસર છોડશે નહીં. રિષભ
પંતની આગેવાનમાં રમતી લખનઉ ટીમ પ્લેઓફમાંથી આઉટ થઇ ચૂકી છે. તેની નજર સન્માનજનક વિજય
પર હશે. ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શન અને
શુભમન ગિલ ઓરેન્જ કેપ સૂચિમાં પર દબદબો ભોગવે છે. જોસ બટલર પણ શાનદાર ફોર્મમાં છે.
આ ત્રણેયના ખાતામાં અનુક્રમે 617, 601 અને
પ00 રન છે. ગુજરાતના બોલરોએ પણ શિસ્તબધ્ધ પ્રદર્શન કર્યું છે.
પ્રસિધ્ધ કૃષ્ણા સર્વાધિક 21 વિકેટ લઇ
ચૂકયો છે. મોહમ્મદ સિરાજ અને સાઇ કિશોરના નામે 1પ-1પ વિકેટ છે.
બીજી તરફ સનરાઇઝર્સ સામેની હાર સાથે લખનઉ સુપર જાયન્ટસ ટીમ પ્લેઓફમાંથી બહાર થઇ ચૂકી
છે. આ ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે. બેટિંગમાં વિદેશી ખેલાડી મિચેલ માર્શ, એડન માર્કરમ અને નિકોલસ પૂરન પર ટીમ નિર્ભર
રહે છે. સુકાની પંતનો ફલોપ શો લખનઉને ભારે પડયો છે.