• શનિવાર, 27 જુલાઈ, 2024

કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પહેલી ક્વોલિફાયર

ગુવાહાટી, તા. 19 : આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની છેલ્લી લીગ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. સાથે આઈપીએલના પહેલાં ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલાની ટીમો નિશ્ચિત થઈ હતી. અંતિમ લીગ મેચ વરસાદમાં ધોવાતાં કોલકાતા અને રાજસ્થાન બન્નેને એક-એક પોઈન્ટ મળ્યા હતા, જેથી રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ત્રીજાં સ્થાને રહ્યું હતું. 21મી મેના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી કવોલિફાયર કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. જંગમાં વિજેતા થનારી ટીમ સીધી ફાઈનલમાં સ્થાન પામશે, તો 22મીએ એલિમિનેટર મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. મેચમાં વિજેતા થનારી ટીમ પહેલી કવોલિફાયરમાં હારેલી ટીમ સામે બીજી કવોલિફાયર મેચ  રમશે, જે 24મીએ ચેન્નાઈમાં યોજાવાની છે.  ગુવાહાટી ખાતે અવિરત વરસાદ જારી રહેતાં અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ વરસાદ અટકતાં સાત-સાત ઓવરની મેચ રમાડવાનો નિર્ણય લેવાયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, પણ ટોસવિધિ બાદ ફરી એકવાર વરસાદ તૂટી પડતાં અંતે મેચને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જો અંતિમ લીગ મેચમાં રાજસ્થાન વિજય મેળવત તો તેને ટોપ-બેમાં સ્થાન મળવાની તક હતી, પણ વરસાદના લીધે મેચ ધોવાઈ જતાં રાજસ્થાન રોયલ્સને ત્રીજા નંબર પર રહીને સંતોષ માનવો પડયો હતો, તો સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang