બેંકોક, તા. 20 : મહિલા એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ-2026 ટૂર્નામેન્ટની ફાઇનલમાં રવિવારે
ભારત અને બાંગલાદેશ ટીમ આમને-સામને હશે. આજે રમાયેલી સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતની
મહિલા-એ ટીમનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો
હતો. બીજી સેમિ ફાઇનલમાં બાંગલાદેશ અપસેટ કરીને પાકિસ્તાન મહિલા-એ ટીમને પ4 રન હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત
સામેની સેમિ ફાઇનલમાં શ્રીલંકા મહિલા-એ ટીમ 19.4 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ
થઇ ગઇ હતી. ભારતીય સ્પિનર રાધા યાદવે 19 રનમાં 4 વિકેટ લીધી
હતી. આ પછી ભારતીય મહિલા ટીમે 13.3 ઓવરમાં જ
પ વિકેટે 119 રન કરી સરળ જીત સાથે ફાઇનલ
પ્રવેશ કર્યો હતો. દિનેશ વૃંદાએ 42 રન કર્યા
હતા. કપ્તાન રાધા યાદવે બેટથી સંગીન દેખાવ કરી 18 દડામાં 7 ચોગ્ગાથી
અણનમ 31 રન કર્યાં હતા. બીજી સેમિ ફાઇનલમાં
બાંગલાદેશ મહિલા-એ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન જ કરી શકી હતી. જવાબમાં પાક. મહિલા ટીમનો 16.4 ઓવરમાં પ6 રનમાં ધબડકો થયો હતો.