• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સામખિયાળીમાં મુંબઈગરાની જમીનમાં બિનઅધિકૃત પાક લેવાયો

ગાંધીધામ, તા. 20 : ભચાઉના સામખિયાળીમાં મુંબઈગરા વૃદ્ધની વડીલોપાર્જિત જમીનમાં બિનઅધિકૃત રીતે વાવેતર કરી તેનો પાક લઈ જઈ ધામધમકી કરાતાં બે શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. મુંબઈ મલાડમાં રહેના મૂળ સામખિયાળીના ફરિયાદી એવા કાંતિલાલ જેઠાલાલ શાહ (ગડા)ની વડીલોપાર્જિત જમીન સામખિયાળીની સીમમાં આવેલી છે. ગત તા. 16/2ના ફરિયાદી અને તેમના ભાઈ વેલજીભાઈ પોતાની જમીને આવતાં મુકેશ વાલા ડાંગર (આહીર) નામનો શખ્સ ખેતરમાં વાવેલ તુવેરનો પાક ટ્રેક્ટરમાં ભરીને જઈ રહ્યો હતો. તેને ખેતરના પોતાના દસ્તાવેજ બતાવતાં આ શખ્સે તમે મુંબઈવાસી છો, તમને મારીને આ જ ખેતરમાં દફનાવી નાખશું, ઓળખતા નથી. હવે ક્યારેય આવતા નહીં તેવી ધાકધમકી કરી હતી. પોલીસે મુકેશ તથા તેના ભાઈ શામજી વાલા ડાંગર (આહીર) સામે ગુનો દર્જ કરી આગળની તપાસ હાજ ધરી છે. 

Panchang

dd