• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

જીત સાથે અફઘાનની વિશ્વકપમાંથી વિદાય

ચેન્નાઇ, તા. 19 : કેનેડા સામેની 82 રનની પ્રોત્સાહક જીત સાથે અફઘાનિસ્તાને ટી-20 વર્લ્ડ કપ-2026માંથી વિદાય લીધી છે. ગ્રુપ ડીના આજની ગુરુવારની અંતિમ મેચમાં 201 રનના વિજય લક્ષ્યાંક સામે કેનેડાના 20 ઓવરમાં 8 વિકેટે 119 રન થયા હતા. અફઘાનિસ્તાન તરફથી અનુભવી સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ 4 ઓવરમાં ફકત 7 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયારે ઇબ્રાહિન ઝારદાને 9પ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. કેનેડા તરફથી હર્ષ ઠાકરે 30 અને સાદ બિન જાફરે 28 રન કર્યાં હતા.અગાઉ કેનેડાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જેનો ફાયદો અફઘાનિસ્તાનને મળ્યો હતો અને 20 ઓવરમાં 4 વિકેટે 200 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. ઇબ્રાહિમ ઝારદાન ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન તરફથી સૌથી મોટો સ્કોર બનાવીને પ6 દડામાં 7 ચોગ્ગા-પ છગ્ગાથી 9પ રને નોટઆઉટ રહ્યો હતો. તેના રહમતુલ્લાહ ગુરબાજ વચ્ચે પહેલી વિકેટમાં 33 દડામાં 47 રનની ભાગીદારી થઇ હતી. ગુરબાજ 30 રને આઉટ થયો હતો. સદીકુલ્લાહ અટલે 32 દડામાં 44 રન કરી આઉટ થયો હતો. ઓમરઝાઇએ 13 અને ગુલબદીને ફકત 1 રન કર્યાં હતા. કેનેડા તરફથી જસકરન સિંઘને 3 વિકેટ મળી હતી.  

Panchang

dd