• બુધવાર, 22 મે, 2024

કચ્છમાં સાંસદ ખેલ મહોત્સવ થકી 60 હજાર રમતવીર જોડાયા

અંજાર, તા. 10 : કચ્છમાં સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી 60 હજાર રમતવીરને જોડવાનું કામ કરવામાં આવ્યું છે, તેવું લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ ભીમાસરમાં ભીમાસર યૂથ ક્લબ અને શ્રીરામ ગ્રુપ ઓફ કંપનીના સહકાર આયોજિત ભીમાસર આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જણાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ઉપસ્થિત શ્રી ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે, આવાં આયોજનથી સામાન્ય પરિવારના યુવા ખેલાડીઓનું કૌશલ્ય ઊજાગર થશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટના દાતા બાબુભાઈ હુંબલે સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ટૂર્નામેન્ટના માધ્યમથી ગામના યુવાનો એક થઈ ભરપૂર મહેનત કરી રહ્યા છે, તેમની મહેનત  કચ્છ ક્રિકેટ ઈતિહાસમાં હંમેશાં યાદ રહેશે. પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, મંત્રી વિકાસ રાજગોર, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, ગાંધીધામ સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, ગાંધીધામ સુધરાઈ કારોબારી  ચેરમેન .કે. સિંહ, જિલ્લા પંચાયતના સભ્ય ધનાભાઈ હુંબલ, ગાંધીધામ શહેર ભાજપ  પ્રમુખ પંકજભાઈ ઠક્કર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, અંજાર તાલુકા  ભાજપ ઉપપ્રમુખ મનજીભાઈ આહીર, કિડાણાના નવીનભાઈ જરુ, આણદાભાઈ માતા, અજિતસિંહ રાજપૂત, પરમાભાઈ પટેલ, બાબુભાઈ મરંડ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કાનજીભાઈ શેઠે અને આભારવિધિ રમેશભાઈ મ્યાત્રાએ કરી હતી. આયોજનમાં જખાભાઈ હુંબલ, બાબુભાઈ વેલજીભાઈ હુંબલ, શંભુભાઈ હુંબલ, રમેશભાઈ હુંબલ, સુમિત હુંબલ, ભીખુભાઈ હુંબલ, હરિભાઈ વરચંદ, દુર્ગેશભાઈ હુંબલ, હિરેનભાઈ હુંબલ સહિતનાએ સહકાર આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang