• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

તુણા કન્ટેનર ટર્મિનલ ખાતે રેલવે અધિકારીઓ દ્વારા સમીક્ષા

ગાંધીધામ, તા. 12 :  દીનદયાલ પોર્ટના આકાર પામતા ભાવિ પ્રકલ્પો અંતર્ગત તુણા ખાતે  ડીપી વર્લ્ડ  દ્વારા  બનાવાતાં મેગા કન્ટેનર ટર્મિનલની રેલવેના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. આ  કન્ટેનર ટર્મિનલમાં રેલવે કનેક્ટિવિટી સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. ડીઆરએમ વેદપ્રકાશ, પશ્ચિમ રેલવેના મુખ્ય માલ ભાડા પરિવહન પ્રબંધક નરેન્દ્ર પવાર તથા ગાંધીધામના એરિયા મેનેજર આશિષ ધાનિયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને નવી ગતિ આપનારી એક મહત્ત્વપૂર્ણ પહેલ  હોવાનું રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની નિર્માણ પ્રગતિ, ઓપરેશનલ તૈયારીઓ અને ભવિષ્યની ક્ષમતા વિસ્તરણ અંગે  સમીક્ષા કરવામાં આવી. આ અદ્યતન કન્ટેનર ટર્મિનલની વાર્ષિક હેન્ડાલિંગ ક્ષમતા આશરે 2.19 મિલિયન ટીઈયુસ રહેશે. ટર્મિનલ પર આશરે 1100 મીટર લાંબી બર્થ વિકસાવવામાં આવી રહી છે, જેથી મોટા અને આધુનિક કન્ટેનર જહાજોનું સંચાલન શક્ય બનશે. આ પ્રોજેક્ટ પીપીપી મોડેલ હેઠળ આશરે 4,200 કરોડનાં રોકાણથી વિકસાવવામાં આવી રહ્યો છે.  ડીઆરએમ અમદાવાદના મુલાકાત દરમિયાન પોર્ટ રેલ   કનેક્ટિવિટી, કન્ટેનર મૂવમેન્ટ, રેક હેન્ડાલિંગ ક્ષમતા તથા ભવિષ્યની લોજિસ્ટિક્સ જરૂરિયાતો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી. હતી. સાથે જ, આ ટર્મિનલને ઝડપી, સુરક્ષિત , રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોની પણ સમીક્ષા કરવામાં આવી. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટને એક સશક્ત મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તથા ભારતીય રેલવે અને બંદર ક્ષેત્ર વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવશે.  

Panchang

dd