નવી દિલ્હી, તા. 12 : નવા શ્રમ કાયદા, આર્થિક નીતિઓ અને ભારત-અમેરિકન વેપાર કરારના
વિરોધમાં ગુરુવારે જાહેર કરાયેલા ભારત બંધને દેશના વિવિધ ભાગમાં આંશિક પ્રતિસાદ મળ્યો
છે. પંજાબ, ઓરિસ્સા અને કેરળમાં થોડીઘણી અસર જોવા મળી તે સિવાય
ગુજરાત, યુપી, બિહાર, દક્ષિણના રાજયોમાં ટ્રેડ યુનિયનોના નેજા હેઠળ પ્રદર્શન અને સૂત્રોચાર યોજાયા
હતા. કેટલાક રાજ્યોમાં ખેડૂતોએ શાંતિપુર્ણ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં કોંગ્રેસના
નેતાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ટ્રેડ યુનિયનોએ દાવો
કર્યો કે આસામ, તમિલનાડુ, પુડુચેરી,
કેરળ, ઓડિશા અને બિહારમાં બંધની વ્યાપક અસર જોવા
મળી છે. આ રાજ્યોમાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. ડાબેરીઓના ગઢ રહેલા બંગાળમાં
નહીવત અસર જોવા મળી હતી. રાજયોમાં દરેક સેવા, જનજીવન રાબેતા મુજબ
હતું. વિવિધ ખેડૂત સંગઠનોના સમર્થનથી 14 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન
આપવામાં આવ્યું હતું. જેને રાજ્ય સ્તરે કેટલાક રાજકીય પક્ષો, વિપક્ષે ટેકો આપ્યો હતો પરંતુ સ્વયંભૂ જનતાનો
અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હતો. બજારો મોટેભાગે ખુલ્લી રહી હતી. બંધનું એલાન કરનારા
સંયુક્ત મંચમાં ઈંગઝઞઈ, અઈંઝઞઈ, ઇંખજ,
ઈઈંઝઞ, અઈંઞઝઞઈ, ઝઞઈઈ,
જઊઠઅ, અઈંઈઈઝઞ, કઙિ અને ઞઝઞઈનો
સમાવેશ હતો. જઊંખ કન્વીનર હન્નાન મોલ્લાહે વેપાર કરાર સાથે અસંમતિ વ્યક્ત કરી અને કહ્યું
કે તેના ભારતીય ખેડૂતો માટે પ્રતિકૂળ પરિણામો આવશે. તેમણે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર
સરકાર પર યુએસની હેરાફેરીનો ભોગ બનવાનો આરોપ લગાવ્યો હતો. બંધ દરમિયાન આવશ્યક સેવાઓ,
હોસ્પિટલો, એમ્બ્યુલન્સ સેવાઓ, આરોગ્યસંભાળ સુવિધાઓ કાર્યરત રહી હતી.
ફ્લાઇટ્સ અને ટ્રેનોમાં કોઈ વધુ અસર જોવાઈ ન હતી. મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીઓ ખુલ્લી
હતી. દૂધ અને અખબારની સપ્લાય યથાવત રહી. બેંક યુનિયનો હડતાળ પર હોવા છતાં નેટ બાંકિંગ
અને અઝખ સેવાઓ કાર્યરત રહી હતી. બેંકો બંધ રહેતાં આર્થિક વ્યવહારો ખોરવાયા હતા. ખાનગી
ઓફિસો સામાન્ય રીતે કાર્યરત હતી. રસ્તાઓ પર અવરોધ, વિરોધ પ્રદર્શન
અથવા જાહેર પરિવહનનો અભાવ જેવી સ્થિતિ જોવા મળી ન હતી.