નવી દિલ્હી, તા. 12 : ભારતના યુવા
નિશાનેબાજ ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની પ0 મીટર રાયફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં નવો
વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. 2પ વર્ષીય ઐશ્વર્ય તોમરનો સ્કોર 362.0 રહ્યો હતો અને પહેલા સ્થાને
રહીને સુવર્ણ ચંદ્રકનો હકદાર બન્યો હતો. આ સ્પર્ધામાં ભારતે ક્લીનસ્વીપ કરી હતી. નિરજકુમાર 361.8 અંક સાથે બીજા અને અખિલ શ્યોરણ
343.પ પોઇન્ટ સાથે ત્રીજાં સ્થાને
રહ્યા હતા અને અનુક્રમે રજત અને કાંસ્ય ચંદ્રક કબજે કર્યા હતા. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં
ભારતના 10 ગોલ્ડ, 9 સિલ્વર અને
7 બ્રોન્ઝ મેડલ થયા છે.