ભુજ, તા.29 : સમગ્ર દેશની સાથે
0pt;line-height:115%;
font-family:"Nirmala UI",sans-serif;mso-ansi-language:EN-US">ગુજરાત અને કચ્છ જિલ્લામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે સંવાદ સાધવાના હેતુથી પ્રસારિત કરવામાં આવતા રેડિયો કાર્યક્રમ `મન કી બાત'ની આજે 140મી આવૃત્તિનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન `મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી દેશના વિવિધ ખૂણામાં થઈ રહેલા પ્રેરણાદાયી કાર્યો, સામાજિક પરિવર્તનના પ્રયાસો, દેશની સિદ્ધિઓ, નવીન પહેલો, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રના વિકાસમાં નાગરિકોની ભાગીદારી જેવા અનેક વિષયો પર દેશવાસીઓ સાથે સંવાદ કરે છે.આ કાર્યક્રમ માત્ર સંવાદનું માધ્યમ નહીં, પરંતુ સમાજમાં સકારાત્મકતા, રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને જનભાગીદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાસ્રોત બની રહ્યો છે.આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ અને અલગ-અલગ બૂથો પર સામૂહિક શ્રવણના વિશેષ આયોજન કરવામાં આવ્યાં હતાં, જેમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિ.પં.ના પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા હોદ્દેદારો, વિવિધ મોરચા અને સેલના આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.ભુજ તાલુકાના ઢોરી ગામે બૂથ નં.76 ખાતે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા `મન કી બાત'ના માધ્યમથી દેશના નાગરિકો સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં દેશના સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવતાં અસાધારણ કાર્યો, સમાજસેવાના ઉમદા પ્રયાસો અને રાષ્ટ્રના વિકાસમાં લોકોના યોગદાનને સ્થાન આપવામાં આવે છે.વડાપ્રધાનના વિચારો દેશના નાગરિકો, ખાસ કરીને યુવાપેઢીને સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે.વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માટે સંગઠન અને જનભાગીદારી બંનેનું વિશેષ મહત્ત્વ છે.`મન કી બાત' જેવા કાર્યક્રમો દ્વારા કાર્યકરોને લોકોની વચ્ચે રહીને રાષ્ટ્રના વિકાસના વિચારોને જનજન સુધી પહેંચાડવાની તક મળે છે.વડાપ્રધાનના વિચારોથી નવી ઊર્જા મળી હોવાનું મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી અને સહ ઈન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.