• શનિવાર, 28 નવેમ્બર, 2026

હાજીપીર ગામે નવા બનેલા રોડમાં થાંભલો : તંત્ર અકસ્માતની રાહમાં

નખત્રાણા, તા.27 : હાજીપીર ગામે નવા બનેલા માર્ગમાં થાંભલો જોખમરૂપ છે અને પીજીવીસીએલ તંત્ર જાણે અકસ્માતની રાહ જોતું હોય તેમ આ વીજપોલ દૂર કરાયો નથી.કરોડો રૂપિયાના ખર્ચે દેશલપર ફાટકથી હાજીપીર સુધી બનેલા 32 કિ.મી.ના સીસીરોડમાં હાજીપીર ગામ નજીક રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.અગાઉ સિંગલપટ્ટી રોડ હતો, જે ડબલરોડ કરાતાં થાંભલો હવે રોડમાં આવી ગયો છે.હાજીપીર દરગાહના મુંજાવર આધમ રમજાને જણાવ્યું હતું કે, હાજીપીરના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, જેના પગલે આ માર્ગે વાહનોની અવર-જવર વધી ગઈ છે. આવી સ્થિતિમાં વાહન આ વીજપોલ સાથે ટકરાવાની પૂરી શક્યતા છે.માર્ગનું કામ ચાલુ હતું ત્યારે કામના કોન્ટ્રાક્ટર અને ઈજનેર દ્વારા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરી થાંભલો અન્યત્ર ખસેડવા જણાવ્યું હતું અને ત્યારબાદ પણ મૌખિક રજૂઆતો કરાઈ છે તેમ છતાં વીજપોલ દૂર કરવામાં આવ્યો ન હોવાનું ઈજનેર ચેતનભાઈ બારડે જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang