• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

બાળકોમાં પાયાથી જ હિન્દુત્વના સંસ્કારોનું સિંચન કરવા હાકલ

માંડવી તા. 5 : શહેરના હાર્દસમા આઝાદ ચોક મધ્યે હિન્દુ યુવા સંગઠન માંડવી દ્વારા મટકીફોડ તથા કૃષ્ણ જન્મોત્સવના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  સતત 11મા વર્ષે હિન્દુ યુવા સંગઠન દ્વારા માંડવીના આઝાદ ચોક ખાતે હિન્દુ ધર્મના 41 સામાજિક પ્રમુખની ઉપસ્થિતિમાં  કચ્છના સહુથી મોટી મટકીફોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.ઉત્સવોનાં માધ્યમથી હિન્દુઓને એકજૂટ કરવાના સંગઠનના ઉદ્દેશ્યને હજારોની સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ જનતાએ જીવંત ચરિતાર્થ કરી બતાવ્યું હતું. હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  રઘુવીરાસિંહ જાડેજા અને સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય સાથે ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ હિન્દુ સમાજમાં એકતા અને હિન્દુ  પર ભર મુક્યો હતો. આ કાર્યક્રમમાં માંડવીના વસંતગિરિજી, સનતભાઈ જોશી, શ્રી પરમાર, વિજયભાઈ ચૌહાણ, નરેનભાઈ સોની, બાર એસોસીએશનના અધ્યક્ષ પ્રિયેન રાજગોર, ધનરાજભાઈ ગીલવા, ભૂપેનભાઈ પરમાર, દીપકભાઈ ફૂફલ, રમેશભાઈ પટેલ, શાંતિલાલ ગણાત્રા, સંજયભાઈ  જોશી, દર્શનભાઈ ગોસ્વામી, કમલેશભાઈ ગઢવી, અરાવિંદ જોગી, દીપક ગાછા સહિત વિવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં મંચસ્થ રહ્યા હતા. સંચાલન સંગઠનના અધ્યક્ષ રાજા પરમાર, સચિન મહેશ્વરી, ઉમંગ જોશી, મનજી ભૂડિયા, દિલાવરાસિંહ, બંટી પરમાર, ભુરિયા માલમ, અરાવિંદાસિંહ જાડેજા, હરનિશભાઈ, મનિષભાઈ, ભાવનિક ખારવા સહિત કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Panchang

dd