ભચાઉ, તા. 5 : ભચાઉમાં કૃષ્ણ જન્મોત્સવની
ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મટકીફોડ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં
આવ્યું હતું ભચાઉ યુવક મંડળ અને જય માતાજી ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે રાપરના ધારાસભ્ય
અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની આગેવાનીમાં પરંપરાગત મટકીફોડ કાર્યક્રમ
યોજાયો હતો. અંબેધામ મંદિરેથી મટકીફોડ શોભાયાત્રા શરૂ થઇ હતી, જે નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જૂનાવાડા
ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા દરમિયાન આશરે 10 સ્થળે મટકીફોડ માટે ઉંચી બોલીઓ
લગાવવામાં આવી હતી, જેમાં ઘંટીચોકની
મટકી માટે સૌથી ઊંચી બોલી લગાવવામાં આવી હતી
ધારાસભ્યે મટકીફોડનો ચડાવો મેળવ્યો હતો.
મંડળના પ્રમુખ કુલદીપસિંહના નેતૃત્વમાં યુવકોએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું. કાર્યક્રમનાં આયોજનની સહયોગી સંસ્થા વિશ્વ હિન્દુ
પરિષદના શાસ્ત્રી અવિનાશભાઈ જોશી, જય માતાજી ગ્રુપના કનકસિંહ જાડેજા, મહિલા શક્તિ સમિતિના
ઇલાબેન શાહ, ગાયત્રી પરિવારના ચંદુભાઈ સોની, ભચાઉ શહેર યુવા ભાજપના શિવમભાઈ જોશી વગેરે આયોજન વ્યવસ્થામાં સહયોગી બન્યા
હતા. હજારો ભાવિક અને નગરજનોની ઉપસ્થિતિમાં સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. ભાવિકો
માટે દરજી સમાજ અને આશાપુરા યુવક મંડળ દ્વારા ઠંડાપીણાની સેવા પણ પૂરી પાડવામાં આવી
હતી. વિકાસભાઈ રાજગોરે પૂરક સહયોગ આપ્યો હતો.