• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા તા.6ના `કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન' અપાશે

ભુજ, તા. 3 : કચ્છ જ્યોતિષ મંડળના 45મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના જ્યોતિર્વિદ્, ખગોળવિદ્ અને સંશોધક નિરંજન વ. જોશી `ધરાદેવ'ને પ્રતિષ્ઠિત કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન-2026 એનાયત કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી પ્રફુલભાઇ જોશીએ જણાવ્યું હતું કે, જ્યોતિષશાત્રને વૈજ્ઞાનિક, વ્યવહારુ અને લોકોપયોગી બનાવવા માટે મૌલિક સંશોધન કે આગવું પ્રદાન આપનાર મૂળ કચ્છના જ્યોતિષીઓને સન્માનિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં `રાજ જ્યોતિષી'નું પદ શોભાવનાર અને ચાર દાયકા સુધી કચ્છમિત્ર અખબારમાં `આજનું પંચાગ' આપનાર નિરંજનભાઇનું નામ પ્રમુખ નરેન્દ્ર સાગર ગોર તરફથી રજૂ થતાં અને ઉપપ્રમુખ ગિરીશભાઇ ગોર તરફથી અનુમોદન મળ્યું હતું. તા. 6 સપ્ટેમ્બર રવિવારે અરિહંતનગર ખાતે આવેલી યજ્ઞશાળા (સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સામે) ખાતે સાંજે 5ાંચ કલાકે કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન સમારોહ યોજાશે. આ પ્રસંગે શ્રી ધરાદેવનું મૌલિક સંશોધન `વર્ષ રાશિ દશા પદ્ધતિ' ઉપર વિશેષ વકતવ્ય યોજાશે. 

Panchang

dd