• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અબડાસાનાં 56ગામમાં ખારા પાણીથી રોગચાળાની ભીતિ

નલિયા, (તા. અબડાસા) તા.2 : અબડાસા તાલુકાનાં 56 ગામમાં ખારું પાણી વિતરિત કરાતાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ હતી. અબડાસાના મોથાળા સમ્પમાં વિવિધ ડેમોનું 3500 ટીડીએસવાળું ખારું પાણી વિતરિત કરાતાં 56 ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી  ડેમોનું અશુદ્ધ પાણી બંધ કરી દરરોજ નર્મદાનું 5.5 એમએલડી પાણી આપવા માંગ કરી છે. આ તકે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા વિક્રમસિંહ સોઢા, કોંગ્રેસ પ્રમુખ અનવર મંધરા, અલી અકબર સંઘાર, રઘુવીરસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd