ડાય, (તા માંડવી)
તા. 9 : જીવદયા અને પશુસેવાના હેતુથી
સમસ્ત મહાજન સંસ્થા, મુંબઈ દ્વારા
કચ્છ જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈ પશુઓની સારવાર તથા જરૂરી
દવાઓ આપવાની સેવા હાથ ધરાઇ છે. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહના માર્ગદર્શન
હેઠળ આ સેવાયાત્રા અમદાવાદથી શરૂ થઇ જિલ્લાના વિવિધ વિસ્તારોની પાંજરાપોળો તથા ગૌશાળાઓની
મુલાકાત લેવામાં આવી રહી છે. સંસ્થાની એમ્બ્યુલન્સ સાથે કચ્છના ઈન્ચાર્જ હિતેશભાઈ શાહ,
ડો. આયુષ્ય પટેલ, ધ્રમીલભાઈ કચ્છી તથા પાયલોટ અવિનાશ
દુબે જોડાયા છે. પશુઓની તપાસ કરી જરૂરી સારવાર અને દવાઓ આપાઇ છે. વર્ષ 2019થી 2026 અત્યાર સુધી માંડવી, મુંદરા, અબડાસા,
નખત્રાણા અને લખપત તાલુકાના વિવિધ ગામોમાં તળાવો તથા ગૌચરોની સફાઈ સહિતના
ગ્રામ્ય વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. આશરે 100 ગામોમાં કામગીરી પૂર્ણ કરાઇ હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.
સંસ્થા દ્વારા જીવદયા, પશુ સારવાર,
એમ્બ્યુલન્સ સેવા, ગ્રામ્ય વિકાસ, તળાવ-ગૌચર સંવર્ધન તથા પર્યાવરણ જાળવણી
સહિતના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.