ભુજ, તા. 9 : કચ્છની ધરા 23 દિવસ બાદ ફરી એકવાર ત્રણથી
વધુની તીવ્રતાના કંપનથી ધ્રૂજી ઊઠી હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના
જણાવ્યાનુસાર આજે બપોરે 1.34 કલાકે રાપરથી
15 કિ.મી. દૂર રામવાવ-ખેંગારપર
વચ્ચે કુડા ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતું 3.3ની તીવ્રતાનું કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયું હતું. વાગડના
કેન્દ્રબિંદુ નજીકના ગામોમાં આ કંપનની અનુભૂતિ થઇ હતી. જિલ્લામાં છેલ્લે 16 જુલાઇના ત્રણથી વધુની તીવ્રતાનું
કંપન નોંધાયું હતું.