નવી દિલ્હી, તા. 9 : આપ સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પર વિવાદસર્જક નિવેદન કરતાં રાજકીય જગતમાં ભારે ચર્ચા જામી હતી. ભાજપે કહ્યું
હતું કે, આ તેમની છીછરી વિચારધારા છે.
કેજરીવાલે કહ્યું હતું કે, સીજેપીના દેખાવોમાં લોકો, યુવાનો મોદીને મારવા માટે એકઠા થયા હતા. ભાજપ નેતા અને દિલ્હીના મંત્રી કપિલ
મિશ્રાએ કહ્યું હતું કે, ત્રણવાર ચૂંટાયેલા વડાપ્રધાન માટે કેજરીવાલ
માઓવાદી ભાષામાં બોલી રહ્યા છે. મુખ્યમંત્રી જેવાં પદે રહી ચૂકેલા આપ નેતાની આવી ભાષા
કોઇ ક્રાંતિ કે વિદ્રોહનું પ્રતીક નથી, પરંતુ નૈતિક અને ભાષાલક્ષી
પતન છે, તેવા પલટવાર મિશ્રાએ કર્યા હતા.