કોઠારા, તા. 9 : અબડાસા તાલુકાના કોઠારા ગામની
પંચાયતના કેબલ ચોરી થતાં ફરિયાદ અરજી કરાઇ છે. ત્રણેક દિવસ અગાઉ બનેલા આ બનાવની વિગતો
આપતાં કોઠારાના સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઇ પરગડુએ જણાવ્યું હતું કે, કોઠારાની જે જૂની પંચાયત છે ત્યાંના કમ્પાઉન્ડમાંથી
આ કેબલચોરીનો બનાવ બન્યો હતો. કોઇ ચોર ઇસમ મોટરમાં લગાવા માટેના કેબલ લઇ ગયા છે જેની
કિંમત 1 લાખ 80 હજાર જેટલી છે. આ જ્યાં કેબલ ચોરીની ઘટના બની છે ત્યાં ગ્રામપંચાયતના
સફાઇ કામદાર રહે છે, પણ જે દિવસે
રાત્રે બનાવ બન્યો ત્યારે આ કામદાર બહારગામ હોતાં આ બનાવ બન્યો હતો. કોઠારા પોલીસને
ફરિયાદ અરજી કરતાં પોલીસે છાનબીન આદરી હોવાનું સામે આવ્યું છે.