• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે બોર્ડ પરીક્ષામાં એ-વન ગ્રેડ પાંચ છાત્ર-છાત્રાને લેપટોપ આપ્યાં

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 9 : જ્યાં ગ્રામ્ય ક્ષેત્રના 1440 બાળક અભ્યાસ કરે છે તેવા કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં એ-વન ગ્રેડ પ્રાપ્ત પાંચ દીકરા-દીકરીને દાતાઓના સહયોગે લેપટોપ ઈનામમાં અપાયાં હતાં. સંસ્થાના પાયાના પથ્થર મૂળજીભાઈ પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુ.કે. કોમ્યુનિટીને એક લાખ પાઉન્ડ દાનની જાહેરાત કરી હતી. ધો. 12ની પટ્ટણી પૂજા રાજેશભાઈ કે જેણે બકાલું વેચતા-વેચતા 99.23 પીઆર પ્રાપ્ત કરી નાના એવા રામાણિયા ગામનું ગૌરવ બન્યા, રૂઢિચુસ્ત માહોલની બેડી તોડી શબદિયા સફિયાબાનુ ઈસ્માઈલ, રાઠોડ ધૈર્ય પ્રકાશભાઈ, ધો. 10મા સોઢા રસીકબા દેવીસિંહ, મહેશ્વરી મિત્તલબેન ગોવિંદ એમ પાંચને ઉચ્ચ ગુણવત્તાના લેપટોપ ઈનામમાં અપાયાં હતાં. આ પ્રસંગે બોલતાં સંસ્થાના પાયાના અગ્રણી દાનવીર મૂળજીભાઈ લાલજી પિંડોરિયા, કિશોરભાઈ મૂરજી પિંડોરિયા, ભરતભાઈ સહિતના દાતારોએ સંસ્થાની શૈક્ષણિક પ્રગતિથી આનંદ વ્યક્ત કર્યો હતો. શાત્રી ધર્મજીવનદાસજી સ્વામી કે જેણે વિશ્વભરમાં શિક્ષણની આહલેક જગાડી તે આ સંસ્થાના પૂર્વ છાત્ર રહી ગૌરવ બન્યા તેની પ્રતિમાનું પૂજન કરાયું હતું. લાલજીભાઈ પિંડોરિયા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા જાજરમાન સમારોહમાં મૂળજીભાઈના પત્ની સ્વ. પુરીબેનની સ્મૃતિમાં 1.0 લાખના ઈનામો અપાયાં હતાં. પ્રારંભે સંસ્થાના મંત્રી વસંત પટેલે સૌને આવકારતાં દાતા મૂળજીભાઈએ દાયકાઓથી કરેલી શિક્ષણ સેવાની વિગતો આપી હતી. યુ.કે. કોમ્યુનિટીના નવસર્જીત `ઈન્ડિયા ગાર્ડન' માટે સ્વ. પુરીબેનની સ્મૃતિમાં પિંડોરિયા પરિવારે 1.30 કરોડ (એક લાખ પાઉન્ડ)ની જાહેરાત કરી હતી. જેને અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા, દાતા સામજીભાઈ ડબાસિયા, શશીકાંત વેકરિયા સહિતનાએ બિરદાવી હતી. સાથે મુરજીભાઈ દ્વારા નૂતન આઈટીઆઈ માટે ત્રણ કરોડ રૂપિયાના અગાઉ જાહેર કરેલા અનુદાનની નોંધ લેવાઈ હતી. ટ્રસ્ટ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ વાઘજિયાણી, ઉપાધ્યક્ષ ડો. દિનેશ પાંચાણી, સુમિટોમોના શ્રી ચાંદવાણી, નિખિલ જોશી, મહેન્દ્રભાઈ શિયાલ, આઈએફએસ અધિકારી રવીન્દ્રનાથ કન્ટેયા, મુકેશ વેકરિયા, સુરેશ ભુવા, અનિલ ભુવા, વિનોદ કેરાઈ, દાતા અને ટ્રસ્ટી ધીરજ લાધાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોભી નવીન પાંચાણી, રવજી કેરાઈએ સંસ્થાની કમિટીની પીઠ થાબડી હતી. દાતા રવજીભાઈ વરસાણી (મોશી), ધનજીભાઈ દરબાર, કે.કે. જેસાણી, કાંતિભાઈ કેરાઈ, શામજીભાઈ દબાસિયાએ શુભેચ્છા આપી હતી.

Panchang

dd