સૂર્યશંકર ગોર દ્વારા : રાપર, તા. 9 : વાગડના કલ્યાણપર ગામે શનિવારે રબારી સમૂદાય મા બન્યો પરંતુ આ સમાજના જાગૃત યુવાનોએ પોલીસ, આગેવાનો સૌની મદદથી આ ચીટરોને રંગેહાથ પકડી પોલીસને સોંપી એક બહુ મોટું કામ કર્યું છે..યુવાનોની સતર્કતા અને જાગૃતિએ હરામખોર તત્વોને પદાર્થપાઠ શીખવી દીધો છે. પરંતુ આવા તત્વોથી સાવધાની જરૂરી છે. વાગડમાં શિક્ષણનું સ્તર ઓછું છે.લોકો અજાણ્યા માણસનો ભરોસો કરી બેસે છે એટલે મુસીબત ઉતરી પડે છે. ચીટરો ચાલાક હોંશિયાર હોય છે.. અને હકીકત એ છે કે માનવ જીવનમાં કાંઇક ને કાંઇક સમસ્યાઓ રહેવાની.ાકોઇને આર્થિક હોય તો કોઇને પડોશીની પીડા,કોઇને સગાં શત્રુ જેવા મળી જાય, કોઇ શારિરીક રીતે દુ:ખી હોય, કોઇને સંતાન ન થતા હોય તો કોઇનો ભાગીદાર બેવફા નીકળ્યો હોય, કોઇને સંતાનોની પીડા હોય આમ માનવજાત તાપ અને સંતાપ વચ્ચે ઝોલાં ખાય એનો આવા લેભાગુઓ લાભ ઉઠાવે છે. ગ્રહ નડતર દૂર કરવા આ લેભાગુઓ ચાલાકી વાપરીને લૂંટ ચલાવતા હોય છે. વાગડમાં કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં આવા અજાણ્યા લોકો મીઠી મીઠી વાતો કરી ગેરલાભ ઉઠાવતા રહે છે. કચ્છ સરહદી વિસ્તાર હોઈ ગામમાં કોઇ અજાણ્યા માણસો આવે તો એના આધારકાર્ડ વિગેરે જોઇ તપાસ કરી, શું હેતુથી ગામમાં આવ્યા છે? આ બધું જાણવું ખૂબ જરુરી છે. અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો જોખમી બને છે.. કેટલાક સાધુ કે મહારાજનો સ્વાંગ રચીને આવે અને પછી ટોપી ફેરવીને ભાગી જાય છે..સતર્કતા અને સાવધાની આજના સમયમાં ખૂબ જ જરુરી છે.કલ્યાણપરની ઘટનામાં સોશિયલ મીડિયાનો સદુપયોગ થયો.સી સી ટી વી માં લેભાગુઓનુ વાહન પકડાયું એની નંબર પ્લેટ પરથી ચીટરો પકડાઇ ગયા.આમ આજના સમયમાં ક્ષણે ક્ષણે સાવધાન રહેવાનો સમય છે.