• રવિવાર, 07 જૂન, 2026

પાણીના ગેરકાયદે જોડાણની તપાસ કરી કડક પગલાં ભરો

નખત્રાણા, તા. 6 : તાલુકા સંકલન સમિતિ/ફરિયાદ બેઠક નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ન.તા. પંચાયતના પ્રમુખ ભારતીબેન ગુંસાઇ, નગરપાલિકા પ્રમુખ વસંતભાઇ વાઘેલા, મામલતદાર આર. કે. પટેલઇ.ચા. ટીડીઓ સોનીભાઇ, ડીવાયએસપી બી. બી. ભગોરા, ચીફ ઓફિસર ભાવિન કાંધાણી સહિત હાજર રહ્યા હતા. બેઠકમાં ચોમાસાને અનુલક્ષી પ્રિ-મોન્સુન અંતર્ગત વરસાદી પાણીના વહેણની સફાઇ સુરક્ષા વોલ બનાવવી, રસ્તા મરંમત, રોડલાઇટ, ડેમમાં ભરાતા પાણી સામે સાવધાની અતિવૃષ્ટિ સમયે સાવધાનીના પગલાં લેવા સહિતની અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી. ધોરીમાર્ગ પરની હસાહેટલમાં ગેરકાયદે પાણી જોડાણની તપાસ કરી આકરી કામગીરી કરવાની તાકીદ કરાઇ હતી. મિરજાપરથી નખત્રાણા ધોરીમાર્ગનું રિપેરીંગ થયેલા કામમાં દેવપર (યક્ષ) પછી નખત્રાણા વચ્ચે 10 કિ.મી. માર્ગના અધૂરા પડેલા કામ બાબત પ્રાંત અધિકારી દ્વારા આર.એમ.ડી. અધિકારીને કરાયેલ પ્રશ્નના જવાબમાં દેશલપર (વાં) પાસે રોડના પટ્ટાનું વધારાનું થયેલ કામના કારણે ગ્રાન્ટની રકમ પૂરી થઇ જતાં મુખ્યમંત્રી સમક્ષ વધુ ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરાયાનું જણાવ્યું હતું. રોહા (સુમરી) ગામે પ્રાથમિક શાળા માટે નૂતન સંકુલ (ઓરડા) નિર્માણ માટેની રજૂઆત તા. શિક્ષણ અધિકારી દ્વારા કરાઇ હતી. ના. કલેક્ટર ઉત્સવ ઉજ્જવલ તથા મામલતદાર આર. કે. પટેલએ નખત્રાણા તા. વિસ્તારમાં આવેલા પાલારાધુના-કાળિયાર ધ્રો સ્થળોએ ચોમાસામાં વરસાદી પાણીના વહેતા ધોધના દૃશ્યો જોવા જતા લોકો ન્હાવા પડતા પાણીમાં ડૂબી જવાના અગાઉ ઘટેલી ઘટના સામે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું હતું. 15 જેટલી લોકકલ્યાણ માટેની સહાયની યોજનાઓ છેવાડાના જરૂરતમંદ લોકો સુધી પહોંચે તે માટે તાલુકા પંચાયતના પદાધિકારીઓ તલાટી-સરપંચોને  સૂચના અપાઇ હતી. વધુમાં ...ચાલતી હોટલોમાં નર્મદા પાણી પુરવઠાની લાઇનોમાંથી ગેરકાયદેસર લીધેલા જોડાણની તપાસ કરી કસુરદારો સામે પગલાં લેવા અધ્યક્ષસ્થાનેથી ના. કલેક્ટરએ કડક સૂચના આપી હતી. નખત્રાણા વચ્ચેથી ધોરીમાર્ગ પર ઓવરલોડ માલ ભરી પસાર થતા ભારે જોખમી વાહનચાલકો સામે કાયદેસરના દંડકીય સજા સહિતની કાર્યવાહી કરવા જિલ્લા આરટીઓ પ્રતિનિધિને સૂચના અપાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી ના. કલેકટર ઉત્સવ ઉજ્જવલે પ્રિ-મોન્સુન અંતર્ગત પાણીના વહેણ ડેમના પાણી સામે સાવધાની આરોગ્ય તંત્ર દ્વારા પૂર્વ તૈયારી ટ્રાફિક સમસ્યા સહિત ફરિયાદોના નિવારણ માટે તાકીદ કરી હતી. મામલતદાર શ્રી પટેલએ સ્વાગત પ્રવચનમાં આવકાર આપ્યો હતો. એજન્ડા શિરસ્તેદાર શિવજી પાયણએ રજૂ કર્યો હતો. 

Panchang

dd