• રવિવાર, 07 જૂન, 2026

વાંકીમાં આધુનિક ગૌશાળાનું લોકાર્પણ

મુંદરા, તા. 6 : અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના વાંકીમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ગૌશાળાનું લોકાર્પણ તેમજ `અદાણી વન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસ, પશુ કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખી હાથ ધરાયેલી આ બંને પહેલ અદાણી ફાઉન્ડેશનની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. વાંકીમાં વિકસાવાયેલી  ગૌશાળામાં 600થી વધુ ગાયો માટે સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્રણેય ઋતુમાં ગાયો માટે આરામદાયક વાતાવરણ મળી રહે તે માટે નવીન અને આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગૌશાળા વિસ્તારના ગૌસંવર્ધન અને પશુ કલ્યાણ માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસશે. આ પ્રસંગે ગામના વથાણ વિસ્તારમાં `અદાણી વન'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. મિયાવાકી પદ્ધતિ આધારિત આ વનમાં 5,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જેમાં 45થી વધુ પ્રજાતિનાં સ્થાનિક વૃક્ષો, ફળઝાડ, વેલીઓ, ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિનો સમાવેશ થાય છે.અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2026 દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લામાં 50,000થી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કચ્છમાં ત્રણ લાખ વૃક્ષનાં વાવેતર સાથે 25થી વધુ `અદાણી વન'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત જિલ્લા કલેક્ટરે અનિલ રાણાવસિયાએ પર્યાવરણ સાથે સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપતાં આહ્વાન કર્યું હતું કે, આવતાં વર્ષે આ ગામને સ્વચ્છતા માટે એવોર્ડ આપું એવાં કર્યો ગામ કરે એવી લાગણી વ્યક્ત કરી હતી. અતિથિ અદાણી પોર્ટ્સના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતું સીમિત નથી, પરંતુ આવનારી પેઢી માટે સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરવાનું મહત્ત્વપૂર્ણ સાધન છે. અતિથિપદે વાંકીના સરપંચ ભરતાસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છને હરિયાળું બનાવવાના પ્રયાસો આગળ ધપાવવામાં આવી રહ્યા છે. આ પહેલ વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની થીમ ઈંક્ષતાશયિમ બુ ગફાાિંuયિ. જ્ઞિિ ઈહશળફાયિં. જ્ઞિિ ઘીિ ાિuાિંuયિ. સાથે સુસંગત રહી સમુદાયમાં પર્યાવરણ જાગૃતિ અને સક્રિય ભાગીદારીનો શક્તિશાળી સંદેશ આપે છે. 

Panchang

dd