ભુજ, તા. 6 : દર્દીઓને મદદરૂપ થવા માટે એલએનએમ
લાયન્સ હોસ્પિટલને રૂા. 24,000ના દાન સહિત
અત્યાર સુધી કુલ રૂા. 18,65,850નું
દાન અર્પણ કરાયું હતું. ભુજના વિશનજીભાઈ ઠક્કર ઘણા વર્ષોથી કિડની ડાયાલિસીસના દર્દીઓ
માટે ડોનેશન મેળવવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓ શહેરમાં અલગ-અલગ લોકોને મળીને કિડની
ડાયાલિસીસના દર્દીઓની વ્યથા વિશે જાગૃત કરે છે અને યથાશક્તિ દાન કરવા પ્રેરિત કરે છે.
આ દાનની રકમ એકત્રિત કરી તેઓ લાયન્સ હોસ્પિટલને અર્પણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ કુલ
રૂપિયા 18,65,850નું દાન એકત્રિત કરી હોસ્પિટલને
અર્પણ કરી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે રૂા. 24,000નું દાન હોસ્પિટલને અર્પણ કર્યું હતું. દાન અર્પણ કરતી વખતે
તેમની સાથે દિવ્યાબેન ઠક્કર, રિયા
જોશી અને નતાશા ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. દાનની રકમ હોસ્પિટલના ચેરમેન લાયન ડો. ભરત
મહેતા દ્વારા સ્વીકારી દાતાનો આભાર માન્યો હતો. દાન અર્પણ કરતી વખતે હોસ્પિટલના વ્યોમા
મહેતા અને પાર્થ અભય શાહ હાજર રહ્યા હતા.