મોટા ભાડિયા (તા. માંડવી),
તા. 30 : નાની ખાખર
ગામની પશ્ચિમ દિશાએ વાડી વિસ્તારમાં આવેલા રાજલધામ ખાતે 13મા પાટોત્સવની ઊજવણીમાં સત્સંગ, ધાર્મિક પ્રવચન, હોમ હવન,
મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં માનસ હનુમંતધામ
કટારિયાના મહંત ભાનુપ્રસાદ ગોરે નાશવંત શરીરને
ધર્મ અને સત્કાર્યના વાઘાથી સજાવી જીવતરનો આટો સફળ કરવા શીખ આપી હતી તથા ચારણી જોગમાયાઓએ
પોતાના તપ ત્યાગ અને બલિદાનના સથવારે માનવ સમાજ માટે કદીએ ન વિસરાય તેવી શક્તિનું પ્રાગટ્ય
કરી સમાજને સત્યનું નેતૃત્વ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું. રાજલધામ ખાતે ઉપાસના
કરી રહેલા કામઈ માતાજીની સેવા ભાવના અને કર્મને બિરદાવ્યા હતા. રંગ કસુબલ ચારણી ડાયરામાં
કવિ આલ, કવિ માણેક થાર્યા
ભગત, હરિભાઈ ગઢવી,ગાવિંદ ગઢવી, નારાણ ગઢવી, અનવરભાઈ મીર વિ.એ પ્રસ્તુતિ કરી હતી. હોમ-હવન
તથા ધ્વજારોહણ રવિ મારાજ તથા અન્ય ભૂદેવોના શાસ્ત્રોક વિધિથી સંપન્નકિરાયું હતું. પ્રસંગના
મુખ્ય યજમાન અને દાતા અનિલભાઈ પટેલ રહ્યા હતા. માતાજીઓ, સાધુ-સંતો
અને અગ્રણીઓને કામઇ માતાજીના હસ્તે સન્માનિત
કરાયા હતા. અદાણી ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. અમિત જોશી અને કરસન ગઢવીએ આશીર્વાદ લીધા હતા.
અનિલ પટેલ, હકુમતસિંહ જાડેજા, વાલજીભાઇ
સંગાર, ખેરાજ ગઢવી, ડાયાભાઇ ગઢવી,
હિતુભા જાડેજા, રાજેશ પરમાર, હકુભા રાઠોડ,, રામભાઈ ગઢવી, અરવિંદ
રાજગોર, મુરજી બાનાયત, રામભાઈ ગઢવી,
મયુરસિંહ જાડેજા, વિપુલ વેદાંત સહિત અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન નારાણ ગઢવી તથા આભારવિધિ મેઘરાજ ગઢવીએ કરી હતી.