મુંદરા, તા. 30 : તાલુકાની મહત્ત્વની ભૂખી નદીનું પુન:સર્જન કરવાના ગ્લોબલ કચ્છ
- કચ્છમિત્રના ઉપક્રમે ડીપીટી (દીનદયાળ પોર્ટ ઓથોરિટી )ના માતબર આર્થિક સહયોગથી શરૂ
થયેલું કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે અને ખાસ તો લાખાપર વિરાણિયા વચ્ચે દોઢ કિલોમીટર વિસ્તારમાં પુન:સર્જનનું કાર્ય
પ્રારંભિક મોડલરૂપ કાર્ય વેગ પકડી રહ્યું છે.
આ સિવાય ટોડા- કપાયા વચ્ચે સફાઈ કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. વિવિધ સ્તરે કામગીરી
સાથે સંકળાયેલી એકથી વધુ એજન્સીઓ પાસેથી મળતી વિગતો મુજબ, ટોડા
પુલથી કપાયા ડેમ વચ્ચેના ભાગમાં, લાખાપરથી વિરાણિયા વચ્ચે અને
વાંકી, પત્રીમાં બિનજરૂરી જંગલ સફાઈનું કામ પ્રગતિ હેઠળ છે. વિવિધ
સ્થળે જરૂરી માર્કિંગ સાથે આ કામમાં ત્રણ જેસીબી ધમધોકાર કાર્ય કરી રહ્યાં છે. ભૂખી નદીનું રંગ રૂપ બદલી નાખનારા આ મહાઅભિયાન હેઠળ
વચ્ચે આવતા ડેમનું રીપેરિંગ શરૂ કરી દેવાયું છે. વિરાણિયા ડેમ- એક, વિરાણિયા ડેમ - 2, કપાયા ડેમનું ડિસિલ્ટિંગ પૂર્ણ કરાયું છે. આગળના વાંકી -એક , વાંકી
- બે,પત્રી , કાંડાગરા તથા મંગરા ડેમનું
કામ પણ પ્રગતિ છે. - 30,650 ઘન મીટર માટીકામ : આ સિવાય નદી ડિસિલ્ટિંગ કામમાં, વિરાણિયાથી લાખાપરનું આશરે 30, 650 ઘન મીટર જેટલું ડિસિલ્ટિંગ-
બેકિંગ કામ માટે માટી કામ થયું છે. સમગ્ર નદી માટેનું જે નવસર્જન કાર્ય થશે, એનું મોડેલરૂપ કામ લાખાપરથી વિરાણિયા વચ્ચેના
1.5 કિમી વિસ્તારમાં અત્યારે આકાર
લઈ રહ્યું છે. આ ઉપરાંત નદીમાં આવતા રિચાર્જ બોર તથા બગીચા નિર્માણ કાર્યનો પણ પ્રારંભ
આ સાથે થઈ ચૂક્યો છે.