ગાંધીધામ ,તા. 23 : કચ્છથી ઓરીસ્સા વચ્ચે દોડતી ગાંધીધામ પુરી એકસપ્રેસને મે મહીના
સુધી આંશીક રદ કરવામાં આવી છે. પુર્વ તટ રેલવે દ્વારા ખુરદા રોડ મંડળ હેઠળના પુરી સ્ટેશન ઉપર પ્લેટફોમ અપગ્રેડેશનનું કામ ચાલુ છે અને સ્ટેશન યાર્ડમાં બેલેસ્ટલેસ ટ્રેક પાથરવા અને પ્લેટ ફોમ નંબર 7 અને 8ના નિર્માણ માટે 60 દિવસનો બ્લોક લેવાયો છે જેથી ગાંધીધામ -પુરી (12993) 24 એપ્રીલ , 1 મે અને 8 મેના તેમજ પુરી ગાંધીધામ (12994) તા. 27 એપ્રીલ, તા.
4 એપ્રીલ અને 11 મેના સાક્ષી ગોપાલ રેલવે સ્ટેશન
ખાતે ટુંકાવાશે અનેત્યાંથી જ ગાંધીધામ માટે રવાના થશે.