• શનિવાર, 25 એપ્રિલ, 2026

સામખિયાળી : જીવલેણ હુમલાના કેસમાં આરોપીને સખત કેદ

ગાંધીધામ, તા. 24 : ભચાઉનાં સામખિયાળીમાં યુવાનને રોકી તેના ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના નવ વર્ષ જૂના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવાયો હતો. આ શખ્સને સાત વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. સામખિયાળીમાં રહેનાર ભાવેશ બાબુ મારાજ નામનો યુવાન પોતાના મિત્ર સાથે બાઈકથી જઈ રહ્યો હતો, ત્યારે ત્યાં અજાણ્યા શખ્સ સાથે ભચાઉનો લતિયો ઉર્ફે લતીફ નૂરમામદ કકલ નામનો શખ્સ આવ્યો હતો અને અગાઉ ફોન પર થયેલી વાત બાદ ઉશ્કેરાયેલા આ શખ્સે અચાનક ફરિયાદી ભાવેશ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ભાવેશ બાઈકથી નીચે પડી જતાં તેના ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપી નાસી ગયો હતો. જે અંગે સામખિયાળી પોલીસ મથકે તા. 8/11/2016ના ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડયો હતો. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તા. 12/12/2018ના ભચાઉની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 33 મૌખિક નિવેદન અને 33 દસ્તાવેજી પુરાવા તપાસી તથા બંને પક્ષની દલીલો બાદ સરકારી વકીલની દલીલો ગાહ્ય રાખી ન્યાયાધિશે આ આરોપી લતીફ કકલને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જીવલેણ હુમલાની કલમો તળે સાત વર્ષની સખત કેદ તથા રૂા. 25,000નો દંડ તેમજ દંડ ન ભરે, તો વધુ ત્રણ મહિનાની સાદી કેદનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકાર તરકે સરકારી વકીલ ડી.એસ. જાડેજા હાજર રહી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd