• શનિવાર, 25 એપ્રિલ, 2026

ખાવડાની કંપનીમાંથી 3.10 લાખના મુદ્દામાલની તસ્કરી

ભુજ, તા. 24 : તાલુકાના ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાં આવેલી કંપનીમાંથી કોઈ ચોર ઈસમે કુલ રૂા. 3.10 લાખનો મુદ્દામાલ ચોરી કરાયો હોવાનો મામલો ખાવડા પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, આરઈ પાર્કમાં આવેલી કેપીઆઈ ગ્રીન એનર્જી કંપનીમાંથી બસબાર નંગ-5 કિં. રૂા. 80,000 તથા કોપર વાયર સ્ટ્રીગ કેબલ 4 સ્કવે. એમએમ અંદાજિત 15 જેની કિં. રૂા. 60,000 તેમજ અર્થિંગ કોપર પટ્ટી 120 મીટર જેની કિ. રૂા. 30,000, નટ બોલ્ટ નંગ 300 કિં. રૂા. 10,000, ટ્રાન્સફોર્મર ઓઈલ 2800 લિટર કિં. રૂા. 1,00,000 અને બસબાર ઈન્યુલેટર નંગ-15 કિં. રૂા. આશરે 30,000 મળી કુલ રૂા. 3.10 લાખનો મુદ્દામાલ ચોરી કરી કોઈ ચોર ઈસમ નાસી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તસ્કરી કરનારા આરોપીને પકડવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd