• શનિવાર, 25 એપ્રિલ, 2026

નખત્રાણામાં પત્તા ટીંચતા છ ખેલી દબોચાયા

ભુજ, તા. 24 : નખત્રાણામાં પત્તા ટીંચતા છ ખેલીને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 6700 કબજે લીધા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નખત્રાણામાં આવેલા ઓધવ પેટ્રોલ પંપની પાછળ આવેલા આરોપી રામજીભાઈ નારાણભાઈ ધોળકિયાના કબજાના મકાનમાં પત્તા ટીંચતા રામજીભાઈ ઉપરાંત રાજેશ નાગજી જેપાર, ભરત સુમાર કોલી, લાલજી ડાયા બળિયા, તખતસિંહ ફકુ ગોહિલ અને અભુભકર ઉમર આરબને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂા. 6700 કબજે કરાયા હતા. પોલીસે આરોપીઓ સામે જુગારધારા તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Panchang

dd