ભુજ, તા. 24 : અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા વાંકી
તીર્થ જતા રોડ પર ભારાપર સીમ વિસ્તારમાં રખડતા ભટકતા ગૌવંશ માટે આકાર લઇ રહેલા ગૌવંશ
સેવાધામમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરાઇ રહી છે. હાલમાં ગૌશેડ, ઘાસ ગોડાઉન અને ખોડિયાર માતાજીના મંદિરનું કામ
ચાલી રહ્યં છે. નિર્માણમાં
આર્થિક સહયોગ માટે અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીવદયા સંકુલના મુખ્યભૂમિ
દાતા તરીકે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હ. મહારાણી પ્રિતીદેવીએ લાભ લીધો છે. સંસ્થાના
જીવદયાના આ નવતર અભિગમમાં ગૌવંશની સેવામાં દરેક લોકો લાભ લઇ શકે તે માટે સંસ્થા દ્વારા
ગૌ શેડ નં. - 1 માટે રૂા. 54000 પૈકી 25 દાતા લેવાના છે. દાતાઓના નામનો
ડ્રો કરી મુખ્ય દાતા તથા અન્ય 24 દાતાના નામોની
તકતી લગાડાશે તેવું જણાવાયું હતું. સંસ્થાના બાબુલાલ મેઘજી શાહ, રવીન્દ્રભાઈ સંઘવી, હિંમતાસિંહ
વસણના માર્ગદર્શન હેઠળ સભ્યો વિનોદભાઈ ગાલા, મનસુખભાઈ શાહ,
નીલેશ મહેતા, મીનાબેન બોરીચા, ઈલાબેન અંજારિયા, દીપક મહેતા અને વિનોદભાઈ ગોર સહયોગી
આપી રહ્યા છે. આ સેવાયજ્ઞમાં આર્થિક અનુદાન આપી સહયોગી બનવા ઈચ્છુક ગૌવંશ પ્રેમીઓ,
જીવદયાપ્રેમીઓએ વધુ વિગત માટે 98257 77464 પર સંપર્ક કરવા મહેશ પ્રભુલાલ
મહેતાની યાદીમાં જણાવાયું હતું.