બેંગ્લુરુ, તા.23 : મધ્યક્રમના બેટધરોની નિષ્ફળતાને
લીધે સંઘર્ષ કરી રહેલી શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સનો શુક્રવારની મેચમાં રોયલ ચેલેન્જર્સ
બેંગ્લુરુ ટીમનો સામનો થશે. બન્ને ટીમને તેમના પાછલા મેચમાં હાર સહન કરવી પડી છે. આરસીબીની
દિલ્હી કેપિટલ્સ સામે હાર મળી હતી જ્યારે ગુજરાત ટાઇટન્સને તેના ગઢ અમદાવાદમાં મુંબઇ
ઇન્ડિયન્સે 99 રને કારમો પરાજય આપ્યો હતો.આરસીબી
સામે બહુ સમસ્યા નથી. તેની બેટિંગ અને બોલિંગ હરોળ સારો દેખાવ કરી રહ્યું છે. મેચ તેના
હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાશે. જેનો ફાયદો આરસીબીને મળશે અને તે વિજય
ક્રમ પર વાપસી કરવા કોઇ કસર છોડશે નહીં. બીજી તરફ ટાઇટન્સની સમસ્યા વધુ છે. બેટિંગમાં
તેના ત્રણ ટોચના બેટર્સ જ રન કરી રહ્યા છે. કપ્તાન શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર સિવાય તેમનો કોઇ બેટધર
રન કરી રહ્યો નથી. શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયાને ઇલેવનની બહાર કરી નવા ચેહરાને તક
આપવાનો સમય આવી ગયો છે.