ભુજ, તા. 24 : તાલુકાના વરનોરાથી ઝીંકડી ગામ
તરફના માર્ગે ગેરકાયદે રખાયેલી દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ પોલીસની
સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી બંદૂક કબજે કરી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
વરનોરાથી ઝીંકડી ગામ તરફના માર્ગે વરનોરાની સીમમાં બાવળોની ઝાડીઓમાં આરોપી સુલતાન સુમાર
મેરને પોલીસે સિંગલ બેરલની દેશી બનાવટની બંદૂક સાથે પકડી પાડયો હતો. તેની પાસેથી આ
અગ્નિશત્ર અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો. પોલીસે બંદૂક કબજે કરી આરોપી
સામે આર્મ્સ એક્ટની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.