વવાર, (તા.
મુંદરા), તા. 24 : અંજાર તાલુકાના
ચાંદ્રોડા ગામે 120 ટીમને સાંકળતી
ગૌસેવા લાભાર્થે હિન્દુ પ્રીમિયર લીગ-2 સિઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. સમસ્ત ચાંદ્રોડા
ગ્રામજનો દ્વારા આયોજિત એક મહિના ચાલનારી આ ટૂર્નામેન્ટનો મહંત ભરતરાજા ગુરુ દેવજીરાજા
(ભરતદાદા-ભારાપર જાગીર)એ દીપ પ્રાગટયથી પ્રારંભ કરાવ્યો હતો. એક મહિનો સુધી ચાલનારી
આ સ્પર્ધાના આરંભે યોગેશ મહારાજ શાસ્ત્રી (ભુવડ)એ કહ્યું કે, રમતગમત સંગઠન વધારે છે. તેજાભાઈ રામાભાઇ કાનગડ (પ્રમુખ, મચ્છોયા આહીર સમાજ) એ આયોજન માટે સમસ્ત ગ્રામજનોને અભિનંદન પાઠયા હતા. ટૂર્નામેન્ટમાં
મુખ્ય દાતા તરીકે રાજભાઈ આહીર (ત્રિધ્યા એન્ટરપ્રાઇઝ)એ સહયોગ આપ્યો છે. આ સાથે અન્ય
દાતાઓએ પણ દાનની સરવાણી વહાવી હતી. આયોજનને સફળ બનાવવા ચાંદ્રોડા ગ્રામજનો જહેમત ઉઠાવી
રહ્યા છે.