• શનિવાર, 25 એપ્રિલ, 2026

વિદ્યાર્થી નીટની પરીક્ષા ભય વિના આપી શકે તે માટે જાહેરનામું બહાર પડાયું

ભુજ, તા. 23 : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા આગામી તા. 3/5/2025ના (NEET) 2026 પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રનાં સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં આ નીટની પરીક્ષા ઉમેદવારો અસામાજિક તત્ત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકો અસામાજિક તત્ત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓનાં દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે પરીક્ષા કેન્દ્રના 100 મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા. 3/5/2025 (રવિવાર)ના સવારના 6 કલાકથી સાંજના 6 કલાક સુધી વિવિધ પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પડાયું છે. 

Panchang

dd