• રવિવાર, 19 એપ્રિલ, 2026

સનાતન જ્ઞાનનું આદાન-પ્રદાન

ભુજ, તા. 18 : આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત યડથોર મઠ-શ્રીંગેરી શારદાપીઠ સાથે સંકળાયેલા શંકરભારતી મહાસ્વામી ભુજ સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા. યડથોર મઠના પીઠાધીશ-શંકરભારતી આદિ શંકરાચાર્ય દ્વારા બતાવેલા માર્ગને અનુસરી ભારત પર્યટન કરી ઐતિહાસિક વિગતો એકત્રિત કરી રહ્યા છે. ભુજ નરનારાયણદેવ મંદિરની સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક કાર્યની નોંધ લીધી હતી. આ અવસરે મહાસ્વામી અને ભુજના મહંત સ્વામી વચ્ચે સનાતન ધર્મ વિશે જ્ઞાનનું આદાન-પ્રદાન કરાયું હતું. મહંત સ્વામી ધર્મનંદનદાસ સ્વામી, ઉપમહંત ભગવત-જીવનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસિયા, કોઠારી ગોલોક સ્વામી, પાર્ષદ ખીમજી ભગત, લક્ષ્મણપ્રકાશ સ્વામી વિ. ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી આશિષભાઇ ત્રવાડી સહયોગી રહ્યા હતા. 

Panchang

dd