• રવિવાર, 19 એપ્રિલ, 2026

શિક્ષણ, સમરસતા અને નાગરિક કર્તવ્ય જ બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ

ભુજ, તા.18 : દેશનાં બંધારણના ઘડવૈયા તેમજ સમાનતા, ન્યાય, બંધુત્વ અને માનવતાના મૂલ્યોના પ્રેરણાસ્રોત ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતીએ શિક્ષણ, સમરસતા અને નાગરિક કર્તવ્ય દ્વારા રાષ્ટ્રહિતના કાર્ય જ બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે, તેવી શીખ સાથે કચ્છભરમાં તેમની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. - ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી : ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભુજ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે `િશક્ષણ અને સમાનતા : ડો. બાબાસાહેબ આંબેડકરનો જીવન સંદેશ' વિષય પર વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ અવસરે પ્રાદેશિક ડાયરેક્ટર ધનરાજભાઈ ગઢવી, આસિસ્ટન્ટ રિજિયોનલ ડાયરેક્ટર શિવરાજાસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ રિજિયોનલ ડાયરેક્ટર શિવાનીબેન ઉમરાણિયા દ્વારા બાબાસાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કેન્દ્રના ડાયરેક્ટર ધનરાજભાઈ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધનમાં આજના યુવાનોને બાબાસાહેબના વાંચન અને ચિંતનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા શીખ આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંચાલન ભુજ પ્રાદેશિક કેન્દ્રના ભૂમિબેન સોલંકીએ વ્યવસ્થા અનિરુદ્ધભાઈએ સંભાળી હતી.  - ભુજ શહેર મેઘવાર મારવાડા તુખમ સમાજ : સમાજ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયું હતું, જેમાં ભાજપના ઉપપ્રમુખ પચાણ સંજોટ, સમાજના પ્રમુખ રાજાભાઈ પરમાર, પુરબાઈ પરમાર, ગૌતમ પરમાર, ધાનીબેન પરમાર, નીરવીબેન પરમાર, શિવાંશ પરમાર, રમેશ લખણપાર, સાનિયાબેન લખણપાર, રતીબેન પરમાર, વેલજી જેપાર, જેન્તીભાઈ પરમાર, હસમુખ ચોરસિયા, દેવજી સીજુ, ગાંગજી બુચિયા વગેરે હાજર રહ્યા હતા. - અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ : અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા ડો. બાબાસાહેબની 135મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ કરતા અભય ગોહિલનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે યુવા પાંખના પ્રમુખ પરેશ કાગી, પૂર્વ પી.એસ.આઈ. ગિરીશ વાણિયા, ઉપપ્રમુખ વિજય કાગી, ગોપાલ ડુંગરિયા (એડવોકેટ), જયદીપ વાણિયા વિગેરેએ પુષ્પાંજલિ આપી હોવાનું પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું. - વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ : વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ દ્વારા વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જિલ્લા મંત્રી નાજાભાઇ ભરવાડે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે 20 ઉપરાંત સ્થાન ઉપર વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ જગ્યા પર બજરંગ દળ, માતૃશક્તિ દુર્ગાવાહિની તથા વિવિધ આયામો દ્વારા વંદના કરવામાં આવી હતી, જેમાં જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડયા, નાનજીભાઈ દવે, કરણાસિંહ જાડેજા, દીપેશભાઈ જોશી, જયેશભાઈ કોઠારી, પ્રવીણભાઈ આહીર, દિનેશભાઈ ગજ્જર, જિગરભાઈ બાપટ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, તેવું જિલ્લાના પ્રચાર-પ્રસાર સંયોજક કુલદીપભાઈ શેઠે જણાવ્યું હતું.  - જય ભીમ યુવા ગ્રુપ : તાલુકાના ઝુરા ગામ ખાતે જય ભીમ યુવા ગ્રુપ ઝુરા દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તેમનું સન્માન કરાયું હતું તેમજ ઉપસ્થિત મહેમાનોનું પણ સન્માનપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના યુવાનો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સભામાં સમાજના વિકાસ, શિક્ષણ અને સમાનતાના મુદ્દાઓ પર ભાર મૂકી બાબાસાહેબના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ અપાયો હતો. - સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટ  : ટ્રસ્ટ દ્વારા કુકમા ગામે રેલીનું આયોજન કરાયું હતું. `જય ભીમ જય ભીમ'ના નારા સાથે સમસ્ત ગામ ગૂંજી ઊઠયું હતું. કુકમા ગ્રામ પંચાયતના સરપંચ રસીલાબેન રાઠોડ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભચુભાઈ મહેશ્વરી, સદસ્યો સાથે વર્તમાન યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કચ્છ જિલ્લા પંચાયતના ઉમેદવાર પાંચાભાઈ કોઠીવાર, ધનજીભાઈ ચાવડા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર ઉષાબેન મહેશ્વરી, અરગાબેન મારવાડા ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષા હંસાબેન ચાવડા, કુકમા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કંકુબેન વણકર, ધનુબેન મહેશ્વરી, ડાહીબેન વણકર, હીરુબેન મહેશ્વરી વગેરે દ્વારા કરાયું હતું. સંચાલન પી.એમ. મહેશ્વરી તેમજ `િસનાઈ નગર યુવા સંગઠન' દ્વારા કરાયું હતું. - ભારાપરમાં ઉજવણી : ભુજ તાલુકાના ભારાપર ખાતે ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી, જેમાં ગામના તમામ લોકો જોડાયા હતા. સવારથી સાંજ સુધી ભારાપર બસ સ્ટેશન પર શરબત વિતરણ બાદ સામૈયા સાથે શોભાયાત્રા નીકળી હતી, ગામના મોભી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે કુંભાર લતીફભાઈ, હિતેશ પિંડોરિયા, સૈયદ વસીમ શાહ, રાયમા ઇકબાલ, રાયમા હાજી ગફુર, થેબા ગફુરભાઈ, રાયમા અજીજભાઈ, કુંભાર હાજી હુસૈન, થેબા સુલેમાન, ચાકી અબ્દુલ્લા, ચાકી ફાઇમ, રાયમા રફીકભાઈ વગેરે હાજર રહ્યા હતા, રમેશ આયડી, રાજાભાઈ રોશિયા, ઈન્દ્રજીત ચાવડા, લક્ષ્મણભાઈ પંડયા, લક્ષ્મણભાઈ આયડી, વિશાલભાઈ આયડી, નિખિલ આયડી, ધર્મેશ આયડી વગેરેએ આયોજન સંભાળ્યું હતું. - માજી હોમગાર્ડ પરિવાર : ભુજના માજી હોમગાર્ડ પરિવાર દ્વારા બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયું હતું, જેમાં પૂર્વ હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ જગદીશ મહેતા, વિભાકર અંતાણી, પૂર્વ મેજર નારાણજી રાઠોડ વગેરેએ વંદના કરી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળા-ભુજ દ્વારા ગુજરાતી વાંચન સ્પર્ધા યોજાઈ હતી, પાઠશાળા દ્વારા જયશ્રીબેન હાથી, અવિનાશ વૈદ્ય, અનવર નોડે, તુષાર ધોળકિયા, વારિસ પટ્ટણીએ વંદના કરી હતી. વિજેતા બાળકોને ઇસ્માઈલભાઈ જુણેજા તરફથી ઇનામ અપાયા હતા. સંચાલન આશિષ વૈદ્યે, જ્યારે આભારવિધિ દર્શનાબેન મુનશીએ કર્યા હતા. - સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા સેવાકાર્ય : સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકાર્ય કરાયા હતા. આજના જીવદયા પ્રવૃત્તિ બાળકોને અલ્પાહાર અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા કપડા, છાશ વિતરણ કરાયું હતું. આ પહેલાં બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. આ પ્રસંગે અંકિતા ધોકાઈ, માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, રાજુલાબેન શાહ, નરેન્દ્ર સ્વાદિયા, જટુભાઈ ડુડિયા ઉપસ્થિત રહ્યા હતા. - આદિપુર ડો. બાબાસાહેબ આંબેડકર મિત્રમંડળ : અહીંના ડો. બાબાસાહેબ આંબેડકર મિત્ર મંડળ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. મંડળના પ્રમુખ નારણ લોચા દ્વારા બાબાસાહેબ આંબેડકરની છબીને પુષ્પાંજલિ  અપાઈ હતી. વેલજીભાઇ આહીર, કુલદીપાસિંહ જાડેજા, નારણભાઈ દેવરિયા, વિરેનભાઈ ઠક્કર, ભરતભાઇ ભાનુશાલી, જયદીપાસિંહ જાડેજા, ભાવેશભાઈ સોલંકી, જયેશભાઈ આદિવાલ વગેરેએ બાબાસાહેબનાં કાર્યોને યાદ કરીને અંજલિ આપી હતી. - માંડવી એસ.ટી. ડેપો  : ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને  બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે કેક કાપી  અને પ્રસાદ વહેંચાયો હતો. અતિથિ પદે ડેપોના નિવૃત્ત ટી.આઈ. મહેન્દ્રભાઈ જોષી તેમજ કેશવજીભાઈ કન્નર હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડેપો તમામ કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારી ભાઈ-બહેનોએ સહયોગ આપ્યો હતો. સંચાલન ટ્રાફિક કન્ટ્રોલર ગાંગજીભાઈ ભૌઇયા અને રવજીભાઈ મહેશ્વરીએ કર્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા નીતિન ભાનુશાલી, એચ.એમ ઉમેશ વરુ, આદમ બકાલી, અરાવિંદ મહેશ્વરી, લક્ષમણભાઇ  કરશનભાઇ તેમજ ડેપોના તમામ કર્મચારીએ જહેમત ઉઠાવી હતી. - કચ્છ જિલ્લા ડો. આંબેડકર પ્રચાર સમિતિ : ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી મુંદરા  તાલુકાના બરાયા મંજીવારા લુણંગદેવ મંદિરના પ્રાંગણમાં કરાઈ હતી, પ્રારંભે ડો. ભીમરાવ આંબેડકરની છબીને મહેમાનો તથા પ્રચાર સમિતિના હોદ્દેદારો દ્વારા ફૂલહાર કરી વંદના કરાઈ હતી, આ તકે શાળાના બાળકોને શૈક્ષણિક કિટ અને કેક કાપી ઉજવણી કરાઈ હતી. રાત્રે ડાયરો-સંતવાણી યોજાયા હતા, મહંત નરેનનંદગિરિ બાપુ તથા સુરેશભાઈ બારા, આશપારભાઈ આયડી, મીઠુભાઈ ભગત, રામજીભાઈ ભગત, ધર્મ દિનેશભાઈ ભર્યા, રાજુભાઈ વેદાંત, પરબતભાઈ જોગી, બાલારામભાઈ ચંદે, માલશીભાઈ ભર્યા, પુનશીભાઈ ભર્યા, વેરશીભાઈ ભર્યા (કારાભાઈ), ભગત ખમ્માદાસભાઈ ભર્યા, હરિભાઈ, ગૌતમગિરિ બાપુ, પ્રખર આંબેડકરવાદી પ્રેમજીભાઈ પાતારિયા વગેરેનું સન્માન કરાયું હતું. સંચાલન ડો. એમ.કે. પરમારે, એડ. વનિતાબેન બૌદ્ધિ તથા જિલ્લા અધ્યક્ષ ડી.એલ. મહેશ્વરીએ આભારવિધિ કરી હતી. - નખત્રાણા એસ.ટી. ડેપો  : ડેપોના મહિલા કન્ડક્ટર દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ છાશ અને પ્રસાદનું વિતરણ કરાયું હતું, જેમાં ડેપોના તમામ કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. - જય ભીમ યુવા ગ્રુપ મોટી વિરાણી : ગામના યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ડો. બાબાસાહેબના સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગોવિંદ બળિયા, અમૃત જેપાર, ગ્રુપના પ્રમુખ હરિલાલ ગોરડિયા, ચંદુલાલ બળિયા, ભરત બળિયા, ડાયાલાલ ગોરડિયા, ખેતશી સીજુ, માલાભાઈ સીજુ, રમેશ બળિયા, કાનજી જયેશ, અકબર સાટી, અદ્રેમાન ચાકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - મંગવાણામાં બાબાસાહેબની વંદના : નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે શ્યામધામ આશ્રમના મહંત નરેશગિરિ બાપુએ ડો. આંબેડકરને મહામાનવ ગણાવ્યા હતા. આજના કાર્યક્રમમાં કૃષ્ણકાંત પંડયા, શિવજીભાઈ ધેડા, પરબતભાઈ જોગી, રતનશી ચારણ, પ્રતાપવન ગોસ્વામી, રમેશભાઈ સુતરિયા, અથર્વ મોરેશિયા વગેરે ઉપસ્થિત રહી ડો. આંબેડકરની વંદના કરી હતી. - ગરડા પંથક મેઘવંશી મારુ સમાજ : અબડાસાના ગરડા પંથક મેઘવંશી મારુ સમાજ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વાયોર ખાતે આવેલી સમાજવાડી ખાતે `સરસ્વતી સન્માન' કાર્યક્રમમાં સમાજના બાળકોને વાયોરના પી.એસ.આઈ. આઈ.આર. ગોહિલના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. - ડુમરા મહેશ્વરી મેઘવાળ સમાજ સંગઠન : ડુમરા અનુસૂચિત જાતિના મૂળ નિવાસી ગ્રામજનોએ એકત્રિત થઈ બાબાસાહેબની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, આ પ્રસંગે ગામના નાના ભૂલકાઓએ બાબાસાહેબના જીવન વિશે વકતવ્યો રજૂ કરી તેમના જીવન પરિચય અને શિક્ષણ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અને સામાજિક સમાનતાના વિચારો પર ભાર મૂક્યો હતો.  આ પ્રસંગે ડુમરા ગામના ધર્મગુરુઓ બાબુભાઈ દેવરાજ મતિયા, પ્રમુખ રાજેશ ચંદે, પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ ભરાડિયા, શૈલેષભાઈ ચંદે, ગાંગજી પિંગલસૂર, મણિલાલ બળિયા, હેમરાજ ખાખલા, ખમુભાઇ કટુવા, મનીષ ડાગડિયા, મુરજી હંગણા, લખમશી જેઠા, વસંતભાઈ ખાખલા, પેરાજ ચંદે, બુધિયાભાઇ ચંદે, માલશી ચંદે, લહેરચંદ ચંદે, સેવાધારી, રમેશભાઈ મતિયા, ડુમરા મહેશ્વરી સમાજના કમલેશ પરમાર, પ્રેમજી  ચંદે, બાલુભાઈ મુછડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સવિતાબેન મહેશ્વરી, લક્ષ્મીબેન કન્નર, ગીતાબેન વારા, લક્ષ્મીબેન ભરાડિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન મહેન્દ્રભાઈ અબચૂંગ અને આભારવિધિ સુરેશભાઈ ચંદેએ કર્યા હતા. - રાપર એસ.ટી. ડેપો  : ડેપો મેનેજર જે.બી. જોશીના હસ્તે બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ટ્રાફિક ઇન્સ્પેક્ટર વેરશી સોલંકી, ટ્રાફિક કન્ટ્રોલર જગદીશભાઈ ઝાલા, યુનિયનના પ્રતિનિધિ મોહનભાઈ બારોટ, શામજીભાઈ સોલંકી, નવઘણભાઈ ભરવાડ, ગિરીશભાઈ પરમાર, દિલીપભાઈ પરમાર, ફેનિલભાઈ પટેલ, રામજીભાઈ ગોહિલ સહિત તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. - રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ : રાપરના કોર્ટ વિસ્તારમાં ડો. બાબાસાહેબની પ્રતિમાને રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અપાઈ હતી, જેમાં કચ્છ કોંગ્રેસના મહામંત્રી બાબુભાઈ ચૌધરી, ચિત્રોડ તાલુકા પંચાયતના ઉમેદવાર ભાવનાબેન ઠાકોર, નગરપાલિકાના કાઉન્સિલર અરવિંદ માલી, ધનજીભાઈ ગોહિલ, રામચંદ્ર સાધુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd