અંજાર, તા. 13 : તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચાર બેઠક
માટેજના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અનેક નાટ્યાત્મક વળાંકો જોવા
મળ્યા હતા, જેમાં કુલ 25 ફોર્મ
અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારનું રાજકારણ હવે વધુ તેજ
બન્યું છે. અંજાર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો માટે ઉત્સાહપૂર્વક 70 ઉમેદવારોએ
ઉમેદવારી નોંધાવી હતી. આજે થયેલી સત્તાવાર ચકાસણી બાદ: કુલ કુલ 20 ફોર્મ
અમાન્ય ઠર્યા છે. જેમાં મુખ્યત્વે ભાજપના 17 અને કોંગ્રેસના 3 ડમી
ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા.હવે ચૂંટણી મેદાનમાં કુલ 50 ઉમેદવારોના
ફોર્મ માન્ય રહ્યા છે. જિલ્લા પંચાયતની ભીમાસર, વરસામેડી,
રતનાલ અને ખેડોઇ) માટે કુલ 17 ઉમેદવારો એ ફોર્મ ભર્યા
હતા,
જેમાંથી 5 ડમી ઉમેદવારો ના ફોર્મ રદ કરાતા હવે 12 મુરતિયાઓ
મેદાનમાં છે. રતનાલ બેઠક પર 'આપ'ના ઉમેદવારે 2 ફોર્મ
ભર્યા હતા, જેમાંથી નિયમ મુજબ 1 ફોર્મ
રદ કરી 1 માન્ય
રાખવામાં આવ્યું છે. સામા પક્ષો ના ઉમેદવારો ની ઉમેદવારી પરત ખેંચવા વિવિધ પક્ષો
દ્વારા એડીચોટી નો જોર લગાવવામાં આવે તેવી શક્યતા રહેલી છે. સૂત્રો ની માનીએ તો
માનિતા ઉમેદવારો ને બિનહરીફ વિજેતા બનાવવા માટે સામા પક્ષ ના ઉમેદવારો ને મોટી રકમ
રકમ ની પણ ઓફરો કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે, અંજારના ગ્રામીણ વિસ્તારોમાં હાલ
લોકસંપર્ક અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો
મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઠેર-ઠેર રાજકીય ચર્ચાઓ અને
પ્રચારના ધમધમાટથી વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયું છે. ત્યારે અંતિમ સત્તા
પ્રજા ના હાથ માં રહેલી છે, જોવું રહ્યું કે પ્રજા કોને
પોતાનું જન મત આપી સત્તા સ્થાન પર બિરાજમાન કરશે.