ભુજ, તા. 12 : માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર
દેશના સૌથી વિકસતા રોકાણ કેન્દ્ર બનવા તરફ ડગ માંડતા કચ્છ જિલ્લામાં રીઅલ એસ્ટેટ માર્કેટ
સતત ઊંચકાઈ રહ્યંy છે, જેનું પ્રતિબિંબ દસ્તાવેજ નોંધણીના આંકમાં જોવા
મળી રહ્યું છે. આ વર્ષે ધારણા અનુસાર કચ્છમાં વિક્રમી સંખ્યામાં દસ્તાવેજ નોંધણી થતાં
સરકારી તિજોરીમાં સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી પેટે માતબર રકમ જમા થઈ છે. દસ્તાવેજ
નોંધણીમાં જિલ્લાના ચાર તાલુકાનું પ્રભુત્વ જળવાયેલું રહ્યું છે. - નાણાકીય વર્ષમાં 64,077 દસ્તાવેજની નોંધ : 202પ-26ના નાણાકીય વર્ષમાં કચ્છમાં કુલ 64,077 દસ્તાવેજની નોંધણી થઈ છે, જે ગત નાણાકીય વર્ષ કરતાં સાડા ચાર હજાર વધુ
છે. ટકાવારીની દૃષ્ટિએ જોવા જઈએ તો ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં આઠ
ટકા વધુ દસ્તાવેજ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 202પના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન
કચ્છમાં 86,6પ1 જેટલા વિક્રમી દસ્તાવેજ નોંધાતાં સરકારી
તિજોરીમાં પ32 કરોડની માતબર રકમ જમા થઈ હતી. - ચાર તાલુકાનું વર્ચસ્વ યથાવત્
: દસ્તાવેજ નોંધણીમાં કચ્છના ચાર તાલુકાનું
વર્ચસ્વ જળવાયેલું રહ્યું છે. સત્તાવાર આંકડા પર એક નજર કરીએ તો કુલ નોંધાયેલા 64,077 દસ્તાવેજ પૈકી 71 ટકા એટલે કે, 4પ,000થી વધુ દસ્તાવેજ
ભુજ, અંજાર, ગાંધીધામ અને મુંદરા
તાલુકામાં નોંધાયા છે. છેલ્લાં કેટલાંક નાણાકીય વર્ષથી આ શિરસ્તો જળવાયેલો રહ્યો છે.
- પ. કચ્છના ત્રણ તાલુકાનું નામ
માત્રનું પ્રદાન : પશ્ચિમ કચ્છના
ત્રણ તાલુકા નખત્રાણા, લખપત અને અબડાસાનું
દસ્તાવેજ નોંધણીમાં પ્રદાન નામ માત્રનું જ છે. આ ત્રણ તાલુકામાં માંડ સાડા ચાર હજાર
આસપાસ દસ્તાવેજની નોંધણી થઈ છે. આ વિસ્તારમાં અન્ય વિસ્તારોની તુલનાએ ઓછા વિકાસ સહિતનાં
કારણે આ સ્થિતિ સર્જાઈ છે. - સરકારી તિજોરીને 400 કરોડથી વધુની આવક : દસ્તાવેજ નોંધણીનો આંક ઊંચકાવા સાથે સ્ટેમ્પ
ડયૂટી અને નોંધણી ફી પેટે આ વર્ષે સરકારી તિજોરીમાં 400 કરોડની માતબર રકમ જમા થઈ છે.
પંદર માસના આંકડાનું આકલન કાઢીએ તો જિલ્લામાં લગભગ એક લાખથી વધુ દસ્તાવેજની નોંધણી
થઈ છે અને સરકારી તિજોરીમાં પાંચસો કરોડથી વધુની રકમ જમા થઈ છે.