• બુધવાર, 08 એપ્રિલ, 2026

બાલિકા પંચાયતના તાલીમ મોડયુલ માટેની પ્રશિક્ષકોની તાલીમ યોજાઈ

ભુજ, તા. 7 : કચ્છ જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયામાં ભાગીદારી આશય સાથે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા `બેટી બચાઓ, બેટી પઢાઓ' યોજના અંતર્ગત બાલિકા પંચાયત વિષય પર ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ શિબિરમાં જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગના મુખ્ય સેવિકા બહેનો અને આરોગ્ય વિભાગના ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ તાલીમ મેળવી હતી. તાલીમ દરમ્યાન 12 વિષય પર સત્ર યોજાયા હતા. તાલીમના તૃતીય દિવસે દિલ્હી યુનિસેફના ચાઈલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ જેટુસ લીગો અને ગુજરાત યુનિસેફ ટીમના ચાઈલ્ડ પ્રોટેક્શન અદિવકાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર યુનિસેફ ટીમના કેશવભાઈ દ્વારા વિવિધ યોજનાની માહિતી અપાઈ હતી. અવીબેન દવે, પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડયા, સુનીલભાઈ ચુવાડિયાવર્ષાબેન, રાપર ઈસાર સંસ્થાના સેજલબેન તેમજ મિનલબેન ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd