• શનિવાર, 14 માર્ચ, 2026

કોમર્શિયલ ગેસના બાટલા બંધ થતાં કચ્છનો રેસ્ટોરેન્ટ ઉદ્યોગ અસરગ્રસ્ત

કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 12 :   ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલા સાથે આખા મધ્યપૂર્વીય વિસ્તારમાં તંગદિલી  સર્જાઈ છે. ભયાનક યુદ્ધનાં દૃશ્યો અનેક લોકોનું હૈયુ કંપાવી દે છે. હોર્મુઝ સ્ટેટ પાસેથી તેલનો પુરવઠો લઈને આવતાં જહાજો અટવાયાં હોવાના અહેવાલ જુદાં-જુદાં માધ્યમો મારફત સપાટી ઉપર  આવ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે  સરકાર દ્વારા દેશમાં ગેસના બાટલાનાં વિતરણમાં નિયંત્રણો લાદવામાં સહિતનાં પગલાં લીધાં છે, જેને લઈને કચ્છના હોટેલ -રેસ્ટોરેન્ટ ઉદ્યોગ પડકારજનક સ્થિતિ નિર્માણ પામવાની ચિંતા આ ક્ષેત્ર સાથે જોડાયેલોએ વ્યક્ત  કરી છે. - રેસ્ટોરેન્ટમાં ગેસના બાટલા ખૂટયા  : ગેસ સંકટ નિવારવા માટે સરકાર એક્શન મોડમાં આવી છે. જિલ્લાના ગાંધીધામ સહિતનાં શહેરોમાં એલપીજી ગેસના બાટલા મેળવવા માટે લાઈનો લાગી  હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યંy છે.  અનેક રેસ્ટોરેન્ટમાં ગેસના બાટલાનો પુરવઠો ખૂટવા આવ્યો છે, જેને જોતાં કચ્છના  રેસ્ટોરેન્ટ ઉદ્યોગ પર  તેની અસર વર્તાવાની શરૂઆત  થઈ  ચૂકી છે.  દેશના જુદા-જુદા વિસ્તારોમાં રેસ્ટોરેન્ટમાં તાળાં લાગવાની સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે  સરહદી મુલકનાં રેસ્ટોરેન્ટમાં આ જ  પ્રકારની સ્થિતિ સર્જાવાતી ચિંતા ઉદ્યોગકારોએ વ્યક્ત કરી હતી. - મર્યાદિત વાનગીઓ પીરસવામાં આવશે : ભુજના હોટલ ઉદ્યોગકાર  હેમલભાઈએ ઉમેર્યું હતું કેઆ સંકટના સમયમાં દેશની સાથે ઊભુ રહેવુ પડશે. નાગરિકોને  ઓછી મુશ્કેલી પડે  તે માટે સરકાર  દ્વારા લેવાયેલા નિર્ણયનો સ્વીકાર કરી અમે કોમર્શિયલ ગેસના બાટલાનો ઉપયોગ મર્યાદિત કરી દેશું. ગ્રાહકોને મર્યાદિત વાનગી પીરસી સહકાર આપવામાં આવશે. - પરંપરાગત ઊર્જા સ્રોતનો ઉપયોગ  : ગાંધીધામની હોટેલ શિવના હાર્દિકભાઈ પટેલે કહ્યંy હતું કે, પરંપરાગત ઊર્જાના સ્રોતનો ઉપયોગ કરવો પડશે, ઈલેક્ટ્રિક ઈન્ડકશનનો ઉપયોગ કરીશુ, બજારમાં તેની પણ અછત ઊભી થશે તેવુ હાલની સ્થિતિએ લાગી રહ્યંy છે, એલ.પી.જી. ગેસનો ઓછો ઉપયોગ થાય તે મુજબની વાનગી બનાવી પડશે, મોટા પ્રસંગો માટેની રસોઈ બનાવવા સમસ્યા ઊભી થશે, થોડા સમયમાં સ્થિતિ સુધરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. - ઈન્ડકશનનો જથ્થો ખૂટવાની વકી  : આ ઉપરાંત  રેસ્ટોરેન્ટમાંથી  ફૂડ ડિલેવરી  લેવાનુ ચલણ વધ્યું છે. આ ઓનલાઈન સેવા  અનેક લોકોની આજીવિકાનુ કારણ બન્યું છે. રેસ્ટોરેન્ટની સેવામાં અસર  થવાની સાથે ફૂડ ડિલેવરી સાથે જોડાયેલા  બહોળાવર્ગ ઉપર માઠી અસર થશે. બજારોમાં ઈલેક્ટ્રિક   ઈન્ડકશનનો જથ્થો ખૂટવાની પણ ભીતિ વેપારીઓએ વ્યક્ત કરી હતી. - ઘરેલું રાંધણગેસનો પુરતો જથ્થો : પુરવઠા અધિકારી  : જિલ્લા પુરવઠા અધિકારી  અર્શ હાશ્મે જણાવ્યું હતું કેવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને લોકો ભયમાં મૂકાય છે, જેના કારણે ગેસના બાટલાનું બુકિંગ વધ્યુ છે, હાલના સંજોગોમાં  ઘરેલુ રાંધણગેસની કોઈ અછત નથી, રાજકોટથી પુરતા પ્રમાણમાં જથ્થો આવે છે, સંગ્રહખોરી અને કાળાબજારી ઉપર વહિવટીતંત્રની ચાંપતી નજરે છે. આ મુદ્દે  કાર્યવાહી પણ કરવામાં આવી છે. -  કેટરિંગ ઓર્ડર લેવાના બંધ કરાયા : હાલના સંજોગોમાં ગેસના બાટલાનો પુરવઠો પૂર્ણ થવાની સ્થિતિમાં છે. આ પડકારનો સામનો કરવા  ઈલેક્ટ્રિક  યંત્રો, કોલસા તેમજ  દેશ ચુલાનો ઉપયોગ કરવામાં આવશે, ગેસનો ઉપયોગ ઓછો થાય તે મુજબની વાનગી પીરસાશે, વાનગીઓમાં ફેરફાર કરવા પડશે, હાલ પુરતા મોટા -મોટા પ્રસંગો, જન્મ દિવસ પાર્ટી  જેવા કાર્યક્રમો માટેના કેટરિંગ સેવાના ઓર્ડર લેવાના બંધ કરવામાં આવ્યા છે. - મુકેશ આચાર્ય, એમ.ડી- રેડીશન  સ્પા એન્ડ હોટેલ-ગાંધીધામ -  ગેસના બાટલાના અભાવે રેસ્ટોરેન્ટ બંધ કરવાની સ્થિતિએ : કચ્છના હોટેલ અને રેસ્ટોરેન્ટ  ઉદ્યોગ ઉપર મોટી અસર પડશે. હોટલો અને રેસ્ટોરેન્ટમાં એલપીજી ગેસના બાટલાનો મર્યાદિત પુરવઠો છે. ધીમે -ધીમે  કાળાબજાર  થવાની આંશકા પણ તેમણે વ્યક્ત કરી હતી. કચ્છનાં અનેક રેસ્ટોરેન્ટ  બંધ થવાની સ્થિતિએ આવી પહોંચ્યા હોવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ સ્થિતિની  કચ્છના ટૂરીઝમ ઉપર અસર વર્તાશે તેવું તેમણે ઉમેર્યું હતું. - જટુભા રાઠોડ- કચ્છ હોસ્પિટાલિટી એસોસીએશન  

Panchang

dd