વાંઢાય (તા. ભુજ), તા. 24 : કચ્છ કડવા
પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે અધિક માસ તા. 26-5-2026થી 30-5-2026 સુધી ઉમિયાજીની પ્રાગટય કથાનું
આયોજન કરાશે. આ માટે તા. 18-2-2026ના
કથાકાર હરેશભાઇ જોશીને સંસ્થા વતી ટ્રસ્ટી શિવજીભાઇ કાનાણી અને પ્રો. કે. વી. પાટીદાર, મંત્રીઓ ઇશ્વરભાઇ ભાવાણી અને રમેશભાઇ પોકાર,
ખજાનચી ગંગારામભાઇ ચૌહાણે શ્રીફળ આપ્યું હતું. કથાનો સમય સવારે 9 કલાકથી 12 કલાકનો રહેશે. કથા દરમ્યાન આવતા પ્રસંગોમાં પ્રથમ દિવસ તા. 26-5-2026 સવારના 8.30 કલાકે ઇશ્વર આશ્રમથી પોથીયાત્રા
નીકળશે અને ત્યારબાદ કથા પ્રારંભ (મંગલાચરણ) થશે. બીજા દિવસે તા. 27-5-2026ના 51 શક્તિપીઠની ઝાંખી અને પૂજનનો
કાર્યક્રમ રહેશે. ત્રીજા દિવસે તા. 28-5-2026ના ઉમિયાનો પ્રાગટય અને ચતુર્થ દિવસે તા. 29-5-2026ના ઉમિયા શિવ વિવાહ, જ્યારે અંતિમ દિવસે તા. 30-5-2026ના શિવ પરિવાર પૂજન તથા કથાને
વિરામ અપાશે. તા. 31-5-2026ના
સવારે 8 કલાકે ઉમા યજ્ઞનું આયોજન રહેશે. જ્યારે
તા. 25-5-2026ના દેહશુદ્ધિ તેમજ સ્થાપિત
દેવોનું પૂજન કરાશે. સંસ્થાના પ્રમુખ હંસરાજભાઇ ધોળુ, મહામંત્રી બાબુભાઇ ચોપડાએ સહયોગ માટે અપીલ કરી
હતી.