• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

દહીંસરાના ખેડૂતે અજમાનાં વાવેતરમાં મેળવી સફળતા

દહીંસરા (તા. ભુજ), તા. 30 : આ ગામના ખેડૂતે કોઠાસૂઝ વાપરીને અજમાની ખેતીમાં સફળતા હાંસલ કરી છે. કચ્છમાં અજમાની ખેતી ઓછી થાય છે, ખર્ચ અને મહેનતની દૃષ્ટિએ કોઠાસૂઝ વાપરીને રવજી રામજી કારાએ કૃમિનાશક એવા અજમાનો માલ તૈયાર કર્યો છે. કિલોના 75થી 80ના જથ્થાબંધ ભાવ સાથે અજમાનું વેચાણ કરતા ધરતીપુત્ર જણાવે છે કે, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રમાં મબલખ ખેતી થાય છે. ઉલ્લેખનીય છે કે, ગરમ તાસીર ધરાવતા આયુર્વેદિક ગુણકારી અજમાનો ભજિયા, દવાની ફાકી, દારૂ-બિયરમાં ઉપયોગ થાય છે, જેની માંગ વિદેશમાં વધારે છે. 

Panchang

dd