• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

યુ.કે.ના દાતાના સહયોગથી 111 દર્દીના મોતિયાનાં ઓપરેશન કરાયાં

ભુજ, તા. 30 : લાયન્સ હોસ્પિટલની વિસ્તરતી સેવાઓને જોઈને યુકેના એક દાતાના સહકારથી પંચદિવસીય 220મો મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 111 દર્દીઓના સફળ મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે વ્યોમા મહેતા સાથે વિપુલ જેઠી, શૈલેશ માણેક ઉપસ્થિત રહ્યા હતા. દાતાના દાન-સહકાર બદલ ડાયાલિસીસ દર્દીના સંબંધીઓએ આભાર માન્યો હતો. જિલ્લાના કોઈ પણ ગામમાં ફ્રી આંખ નિદાન કેમ્પનું આયોજન કરવું હોય તો લાયન્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય છે તેવું યાદીમાં જણાવાયું હતું. 

Panchang

dd